________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
૩૬૭
પ્રમુખ વીશ પુણ્ય સ્થાનકોનું જે આત્માઓ વિશેષ આરાધન કરે છે તેઓ તીર્થંકર નામ કર્મઉપાર્જન કરે છે. વળી આ ગુણસ્થાનમાં તીર્થકર નામ કર્મના ઉદયથી તે કેવળી ત્રિભુવન પતિ જિનૈદ્ર થાય છે. વળી આ સ્થાને ચોત્રીશ અતિશય યુક્ત, સર્વ દેવ તથા મનુષ્યોને પૂજ્ય, સર્વોત્તમ, અને સર્વ શાસનોમાં પ્રધાન એવા તીર્થને પ્રવર્તાવનારા ભગવાન તીર્થંકર પ્રગટે છે, તે ઉત્કૃષ્ટથી દેશે ઉણાપૂર્વ કોટી સુધી વિધમાન રહે છે.” | મુમુક્ષએ પ્રસન્નતાથી પ્રશ્ન કર્યો. “ભગવદ્, તીર્થંકર નામ કર્મ કેવી રીતે વેચવામાં આવતું હશે ? તે કૃપા કરી સમજાવો.”
આનંદસૂરિએ ઉત્સાહથી ઉત્તર આપ્યો. “ભદ્ર, પૃથ્વી મંડલમાં વિહાર કરતાં ભવ્યજીવોને પ્રતિબોધી તેઓને સર્વવિરતિ તેમજ દેશ વિરતિ કરવાથી તીર્થંકર નામકર્મ વેદવામાં આવે છે. તે તીર્થકર નામ કર્મને વેદવા માટે જ ભગવાન ઉપદેશ આપે છે. અને જે વખતે તેઓ ઉપદેશ આપે છે, તે વખતે તેઓ દેહધારી હોય છે. તે કેવલી મહાત્મા આ પૃથ્વી મંડલમાં ઉત્કૃષ્ટ આઠ વર્ષે જૂન એવા એક કોટિ પૂર્વ પ્રમાણ વિચરે છે. તેઓ દેવતાઓએ રચેલા સુવર્ણ કમળ ઉપર પગ રાખી ચાલે છે. આઠ પ્રાતિહાર્ય યુક્ત અને અનેક સુરાસુર કોટિથી સેવિત થઇ વિહાર કરે છે. સામાન્ય પ્રકારે કેવલજ્ઞાનીની આવી સ્થિતિ કહેલી છે. ભગવાન્ જિનેંદ્ર તો મધ્ય સ્થિતિવાળા હોય છે.
- ભદ્ર- “જો, આ તેરમા પગથીઆ ઉપર આઠ કુંડાલા જોવામાં આવે છે, અને તે કુંડાલાની નીચે એક રત્નમય જ્યોતિનો પુંજ ઝલકે છે, જેમાંથી મહાન તેજસ્વી સાત કિરણો બહાર નીકળે છે.”
મુમુક્ષુએ ઇંતેજારીથી પ્રશ્ન કર્યો. “ભગવન્, આ દેખાવની સૂચનાઓ મને સમજાવો. આની અંદર મહાનું તત્ત્વો રહેલા હોય,