________________
ચૌદ ગુણસ્થાનક ભાણ-3
૩૬૫
નિરોધ કરે છે છેવટે સુક્ષ્મકાયયોગની ક્રિયાને કરતો સુક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ નામના શુક્લધ્યાનના ત્રીજા પાયા પર આરૂઢ થાય છે. આ ધ્યાનના બળથી વદન-ઉદર-આદિનો પોલાણભાગ આત્મપ્રદેશો વડે પૂરાઇ જાય છે. પોલાણ ભાગ પુરાઇ જવાથી અવગાહનાની હાનિ થઇ ને ૨/૩ ભાગમાં આત્મપ્રદેશો રહ્યા હોય તેવો થાય છે. પછી સુક્ષ્મ વચન અને મનોયોગનો પણ રોધ કરે છે. ત્યારબાદ કિટ્ટીરૂપ સુક્ષ્મકાય યોગ જ હોય છે. તેનો રોધ કરતાં સર્વ પર્યાયઅનુગત સુક્ષ્મ ક્રિયા અપ્રતિપાત્તી ધ્યાન (શુક્લધ્યાનનો ૩જો પાયો)માં આરૂઢ થયેલો સમયે સમયે કિટ્ટીઓરૂપ સુક્ષ્મ કાયયોગનો નિરોધ કરતાં ચરમ સમય પર્યંત આવે છે અને અહિં જે કર્મોની સ્થિતિ હોય છે તે ૧૪મા ગુણસ્થાનક જેટલી કરે છે. ત્યાં શુક્લધ્યાનનો ૩જો પાયો ટ્ટિીઓ-શાતાનો બંધ-નામ અને ગોત્રની ઉદીરણા-યોગ-શુક્લલેશ્યા-સ્થિતિઘાત અને રસઘાત આ સાતવાના એક સાથે નાશ પામે છે.
કેવળી સમુદ્દાત પછી શુક્લધ્યાનનો ૩જો પાયો પણ હોય છે તે પહેલા ધ્યાનાંતરીય દશા હોય છે અને જે કેવળી ભગવંતો કેવળી સમુદ્ઘાત કરતા નથી તેઓને આયોજીકરણ પછી ૩જો પાયો હોય છે.
ઉપર કહેલા ૭ વાના નાશ પામતા જીવ અયોગી કેવળી નામના ૧૪મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે.
ત્રયોદશ સોપાન
(સયોગી કેવલી ગુણસ્થાન)
જેમના હૃદયમાં પંચપરમેષ્ટીના મહામંત્રનું સ્મરણ થયા કરે છે, જેમની ભાવનાઓ આ વિશ્વના કલ્યાણની સાથે સંયોજિત થાય છે, અને જેઓનું હૃદયસદા શુભધ્યાનમાં આરૂઢ છે, એવા