________________
૩૪૮
ચૌદ ગુણસ્થાનક ભાવ૫-૩
જેમ પાણીમાં મલ નીચે બેસી જવાથી પાણી નિર્મળ થાય છે, પણ પુનઃ કોઇ નિમિત્તે કારણથી પાછું મલિન બની જાય છે, તેવી રીતે આ ગુણસ્થાનપર વર્તનારા જીવને બને છે. શ્રુત કેવળી, આહારક શરીરી, જુમતિ-મન:પર્યવજ્ઞાની અને ઉપશાંત મોહીઆ સર્વે પ્રમાદને વશ થઇ અનંત ભવ કરે છે ચાર ગતિમાં વાસ કરે છે. એવી વાત એક મહાત્માએ જણાવેલી છે. મુમુક્ષુએ હૃદયમાં દીર્ધ વિચાર કરી પ્રશ્ન કર્યો. “મહાત્મન, આ ઉપશાંત મોહ ગુણસ્થાનમાં આત્માને લગતા કયા કયા ગુણો હોય અને અહિં વર્તનારા ઉપશમક જીવો ગુણસ્થાનોમાં કેવી રીતે ચડે છે ? અને કેવી રીતે પડે છે ? તે કૃપા કરી સમજાવો.” મુમુક્ષુના મુખથી આ ઉભય પ્રશ્નો સાંભળી આનંદર્ષિ હૃદયમાં આનંદિત થઇ ગયાં. એટલે મુમુક્ષની બુદ્ધિમાં બોધના બળથી પ્રશ્ન કરવાની આવી શક્તિ જોઇ, તેઓ અત્યંત ખુશી થઇ ગયા. તે સસ્મિત વદને બોલ્યા :- “ભદ્ર, આ અગીયારમાં ઉપશાંત મોહ ગુણસ્થાનમાં ઉપશમ સમ્યક્ત્વ, ઉપશમચારિત્ર અને ઉપશમ જનિતભાવ હોય છે, માત્ર ક્ષાયિક તેમજ ક્ષાયોપથમિક ભાવ હોતો નથી. એટલે અહીં ચડનારો આત્મા ઉપશમ સહિત સમ્યક્ત્વ, ચારિત્ર અને ઊપશમ જનિત ભાવ પ્રાપ્ત કરી શકે છે.
ભદ્ર, ઉપશમકજીવો ગુણસ્થાનકોમાં કેવી રીતે ચડે છે અને પડે છે ? તે સાવધાન થઇને સાંભળ. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનથી નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં જાય છે, અને ત્યાંથી દશમાં સૂક્ષ્મ સંપરામાં જાય છે અને તેમાંથી આ અગીયારમાં ઊપશાતમોહ ગુણસ્થાનમાં જાય છે. જે આઠમાઅપૂર્વકરણ વગેરે ચારે ગુણસ્થાનોમાં લથડે છે, તો તે પડતાં પડતાં (ઊપશમ શ્રેણીવાળા) મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી જાય છે. આ સ્થળે એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે કે, જે તે જીવ ચરમ શરીરી હોય તો તે સાતમાં ગુણસ્થાન સુધી આવીને ક્રીવાર તે સાતમાં