________________
ચૌદ ગુણસ્થાનક ભાd-a
૩૪૯
ગુણસ્થાનથી ક્ષપકશ્રેણી કરવા માંડે છે પરંતુ જેણે એકવાર ઊપશમ શ્રેણી કરી હોય તે જ ક્ષપક શ્રેણી કરી શકે છે અને જેણે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણી કરી હોય તે તેજ ભવમાં ક્ષપકશ્રેણી કરી શકતા નથી. આ વાત ખાસ લક્ષમાં રાખવાની છે.” | મુમુક્ષુ સાનંદ થઇને બોલ્યો. “ભગવદ્ , હું નિઃશંક થયો છું તથાપિ એક પ્રશ્ન કરવાની ઇચ્છા થાય છે. આપે જે ક્ષેપક અને ઉપશમ શ્રેણી કરવાના સંબંધમાં કહ્યું, તે મારા લક્ષમાં આવ્યું છે; પરંતુ ઉપશમ શ્રેણીવાળા જીવોને કેટલા ભવ થતા હશે ? તે જાણવાની ઇચ્છા છે, તો કૃપા કરી તે સમજાવો.” આનંદસૂરિ શાંત સ્વરથી બોલ્યા- “વત્સ, આ સંસારમાં એક જીવને આશ્રી અનેક ભવમાં થઇ ચારવાર ઉપશમ શ્રેણી થાય છે અને એક ભવમાં બેવાર ઉપશમ શ્રેણી થાય છે.” મુમુક્ષુ પ્રસન્ન થઈને બોલ્યો, ભગવદ્, મારી શંકા પરાસ્ત થઇ ગઇ છે, તથાપિ એક બીજી જિજ્ઞાસા પ્રગટ થઇ આવી છે. ઉપશમશ્રેણીમાં જીવ કેવી રીતે ઉપશમ કરે છે ? તે જાણવાને હૃદય આતુર બન્યું છે.
આનંદર્ષિ બોલ્યા, “ભદ્ર, તારી આ જિજ્ઞાસા યથાર્થ છે. સાંભળ, પ્રથમ જીવ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ઉપશમ કરે છે, પછી મિથ્યાત્વમોહ, મિશ્રમોહ અને સમ્યક્ત્વ મોહને ઉપશમાં છે, પછી નપુંસકવેદ, સ્ત્રીવેદ, પછી હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, છ નોકષાયને ઉપશમાવે છે. પછી અનુક્રમે પુરૂષવેદ, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ, સંજવલન ક્રોધ, અપ્રત્યાખ્યાનીમાન, પ્રત્યાખ્યાનીમાન, સંજવલનમાન, અપ્રત્યાખ્યાનીમાયા, પ્રત્યાખ્યાનીમાયા, સંજ્વલનમાયા અને તે પછી અપ્રત્યાખ્યાનીલોભ પ્રત્યાખ્યાનીલોભ અને સંજ્વલનલોભ એમ અનુક્રમે ઉપશાંત કરે છે.”
મુમુક્ષુ પ્રસન્નવદને બોલ્યો, મહાનુભાવ, ઉપશમશ્રેણીમાં જીવ