________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
વધી આ દશમા સૂક્ષ્મ સંપરાય સોપાન ઉપર આવે છે. જ્યારે તે અહીં ચઢે છે, ત્યારે ક્ષણમાત્રમાં સંજ્વલનના સ્થુલ લોભનો ક્ષય કરતાં આરોહ કરે છે. વત્સ, જો આ સોપાનની આસપાસ સત્તર રત્નમય ગ્રંથિઓ દેખાય છે અને તેમાંથી સાઠ કિરણો નીકળે છે. જેની આસપાસ બીજો એકસો બે કિરણોનું વૃંદ સ્ફુરી રહ્યું છે.” મુમુક્ષુએ હૃદયમાં આનંદ પામીને કહ્યું, ભગવન્, આ દેખાવ ઘણો રમણીય લાગે છે, તેમાંથી જે સૂચના ઉદ્ભવતી હોય તે કૃપા
કરી સમજાવો.
3୪୪
આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, જે આ સત્તર રત્નમય ગ્રંથિઓ છે, તે એવું સૂચવે છે કે, આ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન પર આરૂઢ થયેલો જીવ સત્તર પ્રકૃતિનો બંધ કરે છે. કારણ કે, આ સ્થાનપર આવેલા જીવને પુરૂષવેદ તથા ચાર સંજ્વલનનો બંધ વ્યવચ્છેદ થવાથી તે સત્તર પ્રકૃતિનો બંધ થાય છે, અને અહિં ત્રણ વેદ તથા ત્રણ કષાયનો ઉદ ્વ્યવચ્છેદ થવાથી તે સાઠ પ્રકૃતિ વેદે છે. તે આ સાઠ કિરણોથી સૂચવાય છે. અને જે આ એકસો બે કિરણોનું વૃંદ સ્ફુરી રહ્યું છે, તે એવી સૂચના કરે છે કે, આ સ્થાને માયાની સત્તાનો વ્યવચ્છેદ થવાથી એકસો બે પ્રકૃતિની સત્તા છે, વત્સ, આ વાત નિરંતર લક્ષમાં રાખવાની છે. આ પગથીઆને માટે અધિકારી થયેલા ક્ષપક મુનિઓ આત્માની ઉચ્ચ સ્થિતિના પૂર્ણ અનુભવી બને છે અને પોતાના ગુણોના ગૌરવને વધારે છે.”
મુમુક્ષુ આનંદ વદને બોલ્યો - “ભગવન્, આપની આ વાણી સાંભળી મારા અંતરમાં આનંદનો મહાસાગર ઉછળે છે અને શરીર રોમાંચિત્ત થઇ જાય છે, તથાપિ હૃદયના એક પ્રદેશમાં જરા શંકાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેને દયા લાવીદૂર કરો.”
આનંદસુરિ બોલ્યા, “ભદ્ર, શી શંકા છે ? તે ખુશીથી પ્રગટ
કર.”