________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
કરવામાં જીવને જે પરિશ્રમ (થાક) પડે છે તેમાં જ્ઞાની ભગવંતોએ લખ્યું છે કે સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાત કોટાકોટી યોજનનો રહેલો છે કે જે એક યોજન = ૩૨૦૦ માઇલ એવા સમુદ્રને કોઇ જીવ બે ભુજાથી તરીને સામે કાંઠે જાય એટલે એ સમુદ્રને સંપૂર્ણ તરતા જેટલો થાક લાગે એટલો થાક આ લોભને કાઢવામાં લાગે છે. અને જ્યારે એ સંજ્વલન લોભ આ રીતે ઉદયમાંથી સંપૂર્ણ નાશ પામે કે તરત જ સત્તામાંથી પણ નાશ પામે છે અને દશમા ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થાય છે.
શમ સોપાન
(સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન)
૩૪૩
શાંતિના મહાન્ સાગરમાં સદા મગ્ન રહેનારા. પરોપકારના મહાન્ વ્રતને ધારણ કરનારા અને વિશ્વજનોના ઉદ્ધારને માટે નિરંતર નિર્દોષ પ્રવૃત્તિ કરનારા મહાનુભાવ આનંદસૂરિ આનંદ સાગરમાં તરતા આ પ્રમાણે બોલ્યા - “ભદ્ર મુમુક્ષુ, હવે આ નીસરીણીના દશમા સોપાન તરફ દ્રષ્ટિપાત કર. એ સોપાનની આસપાસ જે દેખાવ આવેલો છે, તેને સૂક્ષ્મતાથી અવલોકન કર. આ સોપાન દર્શનીય અને બોધનીય છે, તે સાથે આત્માની ઉત્કૃષ્ટ સ્થિતિને દર્શાવનાર અને શાંતિરૂપ સુધાને વર્ષાવનાર છે.
વત્સ, આ સોપાનનું નામ સુક્ષ્મસંપરાય ગુણસ્થાન છે, સૂક્ષ્મ રહેલો છે. સંપરાય એટલે કષાય જેમાં તે સૂક્ષ્મ સંપરાય કહેવાય છે. અહીં સૂક્ષ્મ પરમાત્મતત્ત્વ ભાવના બળથી સત્તાવીશ પ્રકૃતિરૂપ મોહ ઉપશાંત થતાં અને ક્ષય થતાં એક સૂક્ષ્મ ખંડરૂપ લોભનું અસ્તિત્વ જ્યાં છે, તેથી આ દશમા ગુણસ્થાનનું નામ સૂક્ષ્મ સંપરાય પડેલું છે. નવમા પગથીઆ ઉપર આવેલો ક્ષપકગુણી ત્યાંથી આગળ