________________
Inક ભાd-
૩૩૫
એવા પ્રસન્ન નેત્રવાળા હોય છે, તેમજ તેના નેત્રો અર્ધ વિકસીત રહે છે. તે સમયે તેના મન, ચિત્ત અને અંતઃકરણના સંકલ્પવિકલ્પરૂપ વ્યાપાર બંધ થાય છે. તે કાલે તેનામાં કોઇ જાતની ઇચ્છા હોતી નથી. માત્ર આ સંસારનો ઉચ્છેદ કરવાનો તેનો ઉધમ હોય છે. કારણકે ભવને ઉચ્છેદ કરવાની અભિલાષાવાળા ધ્યાનવાનને જ યોગની સિદ્ધિ થાય છે. તે મહાન્ યોગી પ્રાણાયામ દ્વારા પોતાના પ્રાણનો રોધ કરે છે. તે પ્રાણાયામના પૂરક, રેચક અને કુંભક એવા ત્રણ પ્રકાર બને છે. શ્વાસોશ્વાસને પૂરે તે પૂરક, તેને બહાર ખાલી કરે તે રેચક અને અંદર નિરોધ (ઘડા રૂપે અતિશયે કરી સ્થિર કરે) તે કુંભક કહેવાય છે. પૂરકમાં બાર આંગળ સુધીના બાહરના પવનને આકર્ષવામાં આવે છે. રેચકમાં નાભિકમલના ઉદરથી હલવે હળવે પવનને બાહર કાઢવામાં આવે છે અને કુંભકમાં પવનને ઘડારૂપે અતિશય સ્થિર કરવામાં આવે છે. વત્સ, આ પ્રમાણે ત્રિવિધ પ્રકારે પવનને જીતવાથી મનનો નિરોધ (વશ) થઇ શકે છે, કારણ કે, જ્યાં મન છે ત્યાં પવન અને જ્યાં પવન ત્યાં મન રહેલું હોય છે. તેવી રીતે પવનના જયથી આકુંચન તથા નિર્ગમન સાધીને વાયુનો સંગ્રહ અને ચિત્તનું એકાગ્રપણું સાધી (ચિંતન કરીને) સમાધિને વિષે નિશ્ચલતા પ્રાપ્ત થાય છે.” | મુમુક્ષુએ શંકા લાવી કહ્યું – “ભગવદ્ ત્યારે તો એમ સિદ્ધ થયું કે, ક્ષપકશ્રેણી પર આરોહણ કરતાં પ્રાણાયામનો ક્રમ અવશ્ય રાખવો જોઇએ. પ્રાણાયામના ક્રમ સિવાય ભપકશ્રેણી પર આરોહણ થઇ શકે નહીં, એમ સમજવું.”
આનંદમુનિ બોલ્યા- “વત્સ, એમ સમજવાનું નથી. દ્રવ્ય અને ભાવમાં ભાવનીજ પ્રધાનતા છે. પ્રાણાયામ કરે તો જ ક્ષપકશ્રેણીએ ચડી શકાય એવો કાંઇ નિયમ નથી. એ દ્રવ્ય છે.