________________
૩૩૪ – –
–
–
–
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ જેનું છેલ્લું શરીર છે, અને જેણે આયુષ્ય બાંધેલ નથી એવા અલ્યા કર્મી ક્ષેપકમુનિને ચોથા ગુણસ્થાનમાં નરકાયુનો ક્ષય થઇ જવાથી અને પાંચમાં ગુણસ્થાનમાં તિર્યંચના આયુષ્યનો ક્ષય થઇ જવાથી તેને સાતમા ગુણસ્થાનમાં દેવાયુનો ક્ષય થઇ જાય છે, તે સાથે દર્શન મોહના સપ્તકનો પણ ક્ષય થઇ જાય છે. ત્યાર પછી તે ક્ષપકમુનિને એકસો આડત્રીસ કર્મપ્રકૃકિનીજ સત્તા રહે છે, ત્યારે તે આઠમા ગુણસ્થાનના પગથીઆપર ચડે છે. આ સ્થાન ઉપર ઉત્કૃષ્ટ રૂપાતીત નામના ધર્મધ્યાનનું તે વારંવાર સેવન કરતાં અભ્યાસરૂપ થઇ જાય છે, તેથી તેને અહિં તત્ત્વ પ્રાપ્તિ થાય છે.
વત્સ, આ આઠમાં સોપાન ઉપર આવેલો આત્મા-જીવ પૃથફત્વ વિતર્ક સપ્રવિચાર નામના શુક્લ ધ્યાનના પ્રથમ પાયાનું ધ્યાન કરે છે, તેનું ધ્યાન કરનાર મુનિ વજઋષભનારાજ નામના પ્રથમ સંવનન યુક્ત હોય છે. જે સંહનન તેની આત્મિક ઉન્નતિમાં ઉપયોગી થઇ પડે છે.”
મુમુક્ષુએ પ્રશ્ન કર્યો - “ભગવદ્, આ સોપાન ઉપર યોગીંદ્ર ક્ષપક કેવી રીતે ધ્યાન કરે છે, તે કૃપા કરી કહો.”
આનંદસૂરિ બોલ્યા- “ભદ્ર, આ સોપાન ઉપર રહેલ ક્ષપક મુનિ વ્યવહાર અપેક્ષ્ય ધ્યાન કરવાને યોગ્ય થાય છે. તે નિબિડ હઠપર્યકાસન કરે છે. નીશ્ચલ આસન કરીને. કારણકે આસન જયજ ધ્યાનના પ્રથમ પ્રાણ છે. જે પર્ચકાસન જંઘાના અધો ભાગમાં પગ ઉપર કરવાથી થાય છે. તેમ કેટલાએક સિદ્ધાસન પણ કરે છે. વળી આસનનો કાંઇ નિયમ નથી એમ પણ કહેલું છે. જે આસનથી ચિત્તની સ્થિરતા થાય એવું ગમે તે પ્રકારનું આસન તે વાસ્તવિક છે.
જ્યારે તે ક્ષપયોગી ધ્યાનસ્થ થાય છે, ત્યારે તેણે નાસિકાના અગ્ર ભાગમાં જેણે નેત્રની દ્રષ્ટિ સ્થાપના કરેલી છે