________________
૩૨૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
_
_
_
_
_
-—
-
- -
ચિંતવન કરાય છે- “આ મારો જીવ અરૂપી, અને અનંતગુણી છે; પરંતુ તે શ્રી અરિહંતના અતિશયોનું અવલંબન કરી તે સ્વરૂપની સાથે આત્મ સ્વરૂપની એકતા કરવાનો અધિકારી છે.” આવું ચિંતવન કરનારું ધ્યાન તે રૂપથ ધ્યાન કહેવાય છે.
બીજા ધ્યાનનું નામ પિંડસ્થ ધ્યાન છે તેની અંદર પોતાના શરીરધારી જીવમાં પંચ પરમેષ્ઠીના ગુણોની ધારણા કરવામાં આવે છે. ગુણીના ગુણરૂપ પિંડનું તેમાં ચિંતવન થાય છે તેથી તે પિંડસ્થા ધ્યાન કહેવાય છે.
ત્રીજા ધ્યાનનું નામ પદસ્થ ધ્યાન છે. તેની અંદર પંચપરમેષ્ઠીના ગુણનું સ્મરણ કરી તેમની વાણી વ્યાપારરૂપ ધ્યાના કરવામાં આવે છે.
ચોથું રૂપાતીત ધ્યાન છે એ સર્વમાં ઉત્કૃષ્ટ ધ્યાન છે. નિરંજન, નિર્મળ, નિર્વિકલ્પ, (સંકલ્પ વિકલ્પ રહિત) અભેદ, એક શુદ્ધ સત્તા સ્વરૂપ, ચિદાનંદ, તસ્વામૃત રૂપ, અસંગ, અખંડ અને અનંતગુણ પર્યાય રૂપ આત્મસ્વરૂપનું ચિંતવન કરવામાં આવે છે.
ભાઇ મુમુક્ષ, આ ચતુર્વિધ ધર્મધ્યાન આ સોપાનની અંદર મુખ્યપણે હોય છે. તેમાં જે રૂપાતીત ધ્યાન છે, તે શુક્લ ધ્યાનરૂપ હોવાથી અંશ માત્ર ગૌણપણે રહે છે. મુમુક્ષ હર્ષના આવેશથી બોલ્યો“મહાશય, આપના કહેવાથી મને આ સોપાન વિશેષ રૂચિકર લાગે છે. આ સ્થાને વર્તનારા આત્માઓને હું પૂર્ણ ધન્યવાદ આપું છું. અને આ સોપાનના સંગને માટે ઉચ્ચ ભાવના ભાવું છું. હવે કૃપા કરી આ દેખાવોની હેતુ ભરેલી સૂચનાઓ સમજાવો.”
આનંદસૂરિ બોલ્યા - “ભદ્ર, જો, આ સાતમાં સોપાનની બાહેર થોડે છેટે રત્નોની છ પેટીઓ દેખાય છે, તેની સૂચના જાણવા જેવી છે. આ ગુણસ્થાનમાં સામાયિક વગેરે ષડાવશ્યક