________________
––
––
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૩૨૫
–– – ક્રિયાઓ હોતી નથી. તે વ્યવહાર ક્રિયા રૂપે નથી. પરંતુ નિશ્ચયા ક્રિયા રૂપે છે. એટલે સામાયિક વગેરે ક્રિયાનો સંબંધ આત્માની સાથે છે, તે આત્માના જ ગુણ છે. આહંત સિદ્ધાંતમાં સામાયિકનો અર્થ આત્માન કહ્યો છે. આ જે રત્નોની છ પેટીઓ સોપાનની બાહેર જરા દૂર રાખવામાં આવી છે તે “સામાયિક વગેરે ષડાવશ્યક ક્રિયાઓ રત્નરૂપ છે, પણ તે વ્યવહારરૂપે આ સ્થાનમાં નથી' એમાં સૂચવે છે. આ સૂચના ખરેખર અવધારણા કરવા યોગ્ય છે.” | મુમુક્ષુ ઇંતેજારીથી બોલ્યો- “ભગવદ્, આ સૂચના જાણી મારા હૃદયમાં પ્રબોધનો ભારે પ્રકાશ પડ્યો છે, તથાપિ એક સૂક્ષ્મ શંકા ઉત્પન્ન થાય છે. તે આપ મહાનુભાવ દયા લાવી દૂર કરશો.”
આનંદર્ષિ બોલ્યા- “ભદ્ર, ખુશીથી તારી શંકા પ્રગટ કર. હું યથા મતિ તેનો પરિહાર કરીશ.”
મુમુક્ષુ મગ્ન થઇને બોલ્યો- “મહાનુભાવ, વ્યવહાર ક્રિયારૂપ ષડાવશ્યકક્રિયા આ ગુણસ્થાન ઉપર શા માટે ન હોય ? તે કૃપા કરી દર્શાવો.”
મહાત્માએ ઉત્તર આપ્યો - “ભદ્ર, આ અપ્રમત્ત ગુણસ્થાનમાં સત્ ધ્યાનના ચોગથી. નિરંતર ધ્યાનમાં જ પ્રવૃત્તિ રહે છે, અને તેથી આત્મા સ્વાભાવિકી, સહજ, નિત્ય એવી પોતાની સંકલ્પવિકલ્પ રૂપ માલાનો ત્યાગ કરે છે, તેથી તે (આત્મા) અહિં નિર્મળા એક સ્વભાવ રૂપે રહે છે. અને આ સોપાનપર વર્તનાર જીવ ભાવતીર્થમાં સ્નાન કરીને પરમ શુદ્ધિ પ્રાપ્ત કરે છે અને અનુક્રમે ધ્યાનાવલંબી થઇ પરમાનંદરૂપ સમુદ્રમાં પ્રવેશ કરે છે; તેથી આ ગુણસ્થાનમાં વ્યવહાર ક્રિયા રૂપ ષડાવશ્યકક્રિયા કરવાની જરૂર રહેતી નથી.” | મુમુક્ષુ પ્રસન્ન થઇને બોલ્યો “ભગવન્, તમારા વચનાત્રે મારી શંકાનો ઉચ્છેદ કર્યો છે, હવે આ સોપાનને લગતી બીજી