________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
અને જે જીવોએ એકેય આયુષ્યનો બંધ કરેલ ન હોય એવા ક્ષાયિક સમીતી જીવો ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી શકે છે અને ક્ષપક શ્રેણિપણ પ્રાપ્ત કરી શકે છે.
૩૧૯
જે જીવો ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરવાના હોય તેઓ એકથી ત્રણ સંઘયણમાંથી કોઇપણ સંઘયણના ઉદયવાળા હોઇ શકે છે એટલે કે એકથી ત્રણ સંઘયણના ઉદયવાળા જીવો જ ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે ક્ષપક શ્રેણિ પહેલા સંઘયણવાળા જીવો જ પ્રાપ્ત કરી શકે છે. આથી સાતમું ગુણસ્થાનક ઉપશમ શ્રેણિ અને ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરનારા જીવો માટે આ યથાપ્રવૃત્તકરણ રૂપ ગુણસ્થાનક કહેવાય છે.
આ ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂર્તનો જ હોય છે. જઘન્યથી કે ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત કાળ ગણાય છે. સક્ષમ સોપાન
(અપ્રમત્ત ગુણસ્થાન)
મહાનુભાવ આનંદ સૂરિ હૃદયમાં ધર્મધ્યાન કરી અને આત્મસ્વરૂપનું ચિંતવન કરી મધુર વાણીથી બોલ્યા - “ભદ્ર, હવે તને તારા સ્વાનુભવનો ખ્યાલ થયો હશે. આ સુંદર નિસરણીના દેખાવો તારા હૃદયમાં વિશેષ પ્રકાશ પાડતા જાય છે. તારી દિવ્ય અને જ્ઞાનમય દ્રષ્ટિ પૌદ્ગલિક અને આત્મિક ઘડીઓનું યથાર્થ નિરીક્ષણ કરવાને સમર્થ થઇ છે. બાહ્ય અને આંતર પદાર્થોનું પૃથક્કરણ કરવાની અગાધ શક્તિ તને પ્રાપ્ત થતી આવે છે.
વત્સ. હવે આ નીસરણીના સાતમા પગથીઆ ઉપર દ્રષ્ટિ કર. એ સુંદર સોપાનની અંદર જે દેખાવો આપેલા છે, તે દર્શનીય અને બોધનીય છે. આ સુંદર સોપાનના દેખાવો ખરેખર ચમત્કારી છે. તેમનું સૂક્ષ્મ દ્રષ્ટિથી નિરીક્ષણ કર અને તેનો બુદ્ધિ તત્ત્વથી