________________
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
૩૨૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ – – વિચાર કર.”
મુમુક્ષુ બોલ્યો - “મહાનુભાવ, આ સુંદર સોપાન મારા દ્રષ્ટિમાર્ગમાં આવેલ છે, પરંતુ તેના ચમત્કારી દેખાવોની સૂચનાઓ મારા ધ્યાનમાં આવતી નથી, તે કૃપા કરી સમજાવો.”
આનંદસૂરિ સાનંદ વદને બોલ્યા- “ભદ્ર આ સોપાનની અપૂર્વ શોભા જોવા જેવી છે. તેની આસપાસ ચાર જ્યોતિના દીવાઓ પ્રકાશી રહ્યા છે. તેની બાહેર થોડે છેટે છ રત્નમય પેટીઓ પડેલી છે, પગથીઆની કોર ઉપર સાત ચાંદલાઓ છે અને તેમાંથી અઠ્ઠાવન, ઓગણસાઠ અને છતર એમ જૂદા જૂદા કિરણો નીકળે છે, જે એકંદર એકસો આડત્રીશની સંખ્યાએ પહોંચે છે. આ દેખાવોની અંદર એવું મનોહર રહસ્ય રહેલું છે કે, જે ઉપરથી ભવ્યઆત્મા પોતાની આત્મિકસ્થિતિનું સ્વરૂપ સમજી શકે છે.
ભાઇ મુમુક્ષુ, આ સાતમા પગથીઆનું સ્વરૂપ જાણવા જેવું છે. આ સોપાન અપ્રમત્ત ગુણસ્થાનના નામથી ઓળખાય છે. પંચમહાવ્રતને ધારણ કરનાર મુનિ પાંચ પ્રકારના પ્રમાદને અભાવે આ પગથી ઉપર આરોહણ કરનારા થાય છે. આ સ્થાન પર વર્ણનારા જીવને સંજ્વલન ચાર કષાય તેમજ નોકષાયનો ઉદય જેમ જેમ મંદ થતો જાય છે, તેમ તેમ તે અપ્રમત્ત થતો જાય છે. આ ગુણસ્થાન પર આવેલા જીવો મોહનીય કર્મનો ઉપશમ કરવામાં તેમજ ક્ષય કરવામાં નિપુણ થતાં જાય છે. અને તેમ થવાથી તેઓ સધ્યાનનો આરંભ કરે છે, અને તેમાંથી અનેક જાતના આત્મિક લાભો મેળવે છે.”
મુમુક્ષુએ પ્રશ્ન કર્યો - “ભગવન, મોહનીય કર્મ કેવું હશે. ? અને તેનો ઉપશમ કે ક્ષય કરવાથી શો લાભ થતો હશે ?”
આનંદના ઉદધિમાં મગ્ન થયેલા આનંદ મુનિ મધુર સ્વરથી બોલ્યા - “ભદ્ર, જેમાંથી જીવને મોહ ઉત્પન્ન થાય છે, તે મોહનીય