________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
ધ્યાનની એટલે શુકલ ધ્યાનનાં પહેલા પાયાની વિચારણાની સ્થિરતાને પામે છે.
૩૧૮
આ ગુણસ્થાનકમાં રહેલા જીવો અનંત ગુણ વિશુધ્ધિને પ્રાપ્ત કરતાં સારોકાળ હોય અને આયુષ્યનો બંધ કરેલ ન હોય તો ક્ષાયિક સમકીત પામવાની શરૂઆત પણ કરે છે.
આ ગુણસ્થાનકે ઉપશમ સમકીતી જીવો-ક્ષયોપશમ સમકીતી જીવો અને ક્ષાયિક સમકીતી જીવો એમ ત્રણે પ્રકારના જીવો હોય છે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો જે ઉપશમ સમકીત પામે છે એ ઉપશમ સમકીતની સાથે સાતમા ગુણસ્થાનકને પણ પામી શકે છે માટે જે જીવો એ રીતે સાતમા ગુણસ્થાનકને પામતા હોય તેઓને આશ્રયીને ઉપશમ સમકીત હોય છે.
કેટલાક જીવો ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરનારા હોય તેવા જીવો પણ ઉપશમ સમકીત પામેલા અથવા પામતા હોય છે અથવા કેટલાક
ઉપશમ શ્રેણિથી પતન પામી આ ગુણસ્થાનકે આવેલા ઉપશમ સમકીતી જીવો હોય છે.
ક્ષયોપશમ સમકીત ચારથી સાત ગુણસ્થાનક સુધી રહેતું હોવાથી અહીંપણ હોય છે.
ક્ષાયિક સમકીતી જીવો ચોથે-પાંચમે-છટ્ટે ક્ષાયિક સમકીત પામી આ ગુણસ્થાનકે આવેલા હોય છે અને કેટલાક ક્ષયોપશમ સમકીતી જીવો અહીં નવું ક્ષાયિક સમકીત પણ પામી શકે છે. આ ગુણસ્થાનકે ક્ષાયિક સમકીતી જીવો, જેઓએ નરકાયુષ્યનો બંધ કરેલો હોય-તિર્યંચાયુષ્યનો બંધ કરેલો હોય પરભવના મનુષ્યાયુષ્યનો બંધ કરેલો હોય એવા જીવો હોઇ શકે છે.
આ જીવો આ ગુણસ્થાનકથી આગળ જઇ શકતા નથી જ્યારે જે ક્ષાયિક સમકીતી જીવોએ દેવાયુષ્ય બાંધેલું હોય તેઓ ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનક સુધી જઇ શકે છે.