SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ભાગ-૩ ૩૧૭ - - - - - - - - - - - - - - - - - - - - અનુભૂતિના આસ્વાદમાં જ રહેવાનું હોય છે. સિધ્ધ પરમાત્માના જીવો ક્ષાયિક ભાવે જે સુખની અનુભૂતિ કરે છે એ જ સુખની આંશિક અનુભૂતિ ક્ષયોપશમ ભાવે આ જીવોને પેદા થયેલી હોય છે આથી આ ગુણસ્થાનકમાં રહેલા જીવોને સંસાર પ્રત્યે દ્વેષ પણ હોતો નથી અને મોક્ષ પ્રત્યે રાગ પણ હોતો નથી. જે પદાર્થ જોઇતો હોય-ગમતો હોય-તેની ઇરછાઓ અંતરમાં રહ્યા કરતી હોય-સતાવતી હોય ક્યાં સુધી ? એ પદાર્થ ન મલે ત્યાં સુધી. એ પદાર્થની અનુભૂતિ જીવના અંતરમાં પેદા થાય કે તરત જ જીવને એ પદાર્થની ઇચ્છાઓ શમી જાય છે-નાશ પામી જાય છે. એમ અહીંયા મોક્ષનો અભિલાષ-મોક્ષની રૂચિ-મોક્ષની ઇચ્છા જીવને છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોય છે. સાતમા ગુણસ્થાનકમાં એની આંશિક અનુભૂતિ ક્ષયોપશમ ભાવે પેદા થઇ એટલે એ જીવોને સંસાર પ્રત્યેનો અણગમો અને મોક્ષ પ્રત્યેનો ગમો રહેતો નથી. ક્ષાયિક ભાવના ગુણોની ક્ષયોપશમ ભાવે અનુભૂતિ પેદા થતાં આત્માની વિશુદ્ધિ અનંત ગુણ અધિક પ્રાપ્ત થાય છે. આ અનુભૂતિના કારણે આયુષ્ય બંધની અયોગ્યતા પ્રાપ્ત થાય છે એટલે આયુષ્ય બંધમાં જે પરિણામની વિશુદ્ધિ જોઇએ એના કરતાં અધિક વિશુધ્ધિની પ્રાપ્તિ થઇ પરંતુ વિશેષ એ છે કે જે જીવો છઠ્ઠા ગુણસ્થાનકે આયુષ્ય બાંધતા બાંધતા આ વિશુદ્ધિને પામે તો બંધાતું આયુષ્ય પૂર્ણ બંધ ન થાય ત્યાં સુધી બંધાયા કરે છે. આ જીવોને આવી વિશુદ્ધિની સ્થિરતાના કારણે ધર્મધ્યાન ની શરૂઆત થાય છે એટલે આજ્ઞા વિચય, વિપાક વિચય, અપાય વિચય અને સંસ્થાન વિચય આ ચાર પ્રકારના ધર્મ ધ્યાનમાં વિચારોની એકાગ્રતામાંથી કોઇ એકની વિચારણામાં જીવ સ્થિરતાને પામે છે અને એ સ્થિરતાની વિશુદ્ધિ વધતી જાય તો જીવ શુકલ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy