________________
–
––
–
–
–
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૩૧૩ ––––––––––––––––– હોવાથી તે વેશઠ પ્રકૃતિનો બંધ કરે છે, એ સૂચવવાને માટે આ વેશઠ ચાંદલાનો દેખાવ છે અને અહિં તિર્યગ્ગતિ, તિર્યગાનુપૂર્વી નીચ ગોત્ર, ઉધોત તથા ચાર પ્રત્યાખ્યાન, એ આઠ પ્રકૃતિનો ઉદય વ્યવચ્છેદ થવાથી તેમજ આહારક શરીર અને આહારક અંગોપાંગનો ઉદય હોવાથી તે એકાશી પ્રકૃતિ વેદે છે, એ વાતા સૂચવવાને આ એકાશી કિરણોનો દેખાવ આપેલો છે. સર્વ મળીને એકસો આડત્રીશ પ્રકૃતિની સત્તા આ સ્થળે દર્શાવી છે.
ભદ્ર, આ સૂચનાનું મનન કરી તું તારા આત્માની સ્થિતિનો વિચાર કરજે. તે વિચાર કરવાથી તું તારા શુદ્ધ સ્વરૂપને ઓળખી શકીશ. અને છેવટે તારા ચિદાનંદ સ્વરૂપનો આનંદ મેળવી શકીશ. આ માનવ જીવનની મહત્તાનો પરમલાભ મેળવવાને માટે એ જ પરમ અને શ્રેય:સાધક કર્તવ્ય છે.
ચોથા ગુણસ્થાનકમાં રહેલા આત્માઓને ત્રણ સમકીત હોય છે. (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ અને (૩) ક્ષાયિક સમીકીત.
(૧) ઉપશમ સમકીત - અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો જે ઉપશમાં સમકતને પામે છે તેમાં અનંતાનુબંધિ ચાર કષાય અને મિથ્યાત્વમોહનીય એ પાંચ પ્રકૃતિનો ઉપશમ હોય છે એવા ઉપશમ સમકતી જીવો હોય છે.
કેટલાક જીવો ક્ષયોપશમ સમકીત પામીને પુરૂષાર્થ કરીને ઉપશમશ્રેણિનું ઉપશમ સમીકીત પામે છે એવા પણ ઉપશમ સમકતી જીવો હોય છે કે જે જીવોને અનંતાનુબંધિ ચાર કષાય મિથ્યાત્વમિશ્ર અને સમ્યકત્વ મોહનીય એમ સાત પ્રકૃતિઓનો સર્વથા ઉપશમાં હોય છે એવા જીવો હોય છે અથવા અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કરી મોહનીય કર્મની ચોવીશ પ્રકૃતિઓની સત્તાવાળા ત્રણ દર્શન મોહનીયના સર્વથા ઉપશમવાળા જીવો પણ હોય છે કે જે જીવો આ ઉપશમ સમકતથી ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરશે.