________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
મહાત્મા શ્રી હેમચંદ્રસૂરિ કહે છે કે, વનમાં પદ્માસનથી બેઠા થકાં મારા ખોળામાં મૃગનું બચ્ચું આવી બેસે, અને હરણનો સ્વામી કાળીયાર મારા મુખને સુંઘે તે વખતે હું મારી સમાધિમાં નિશ્ચલ રહું ? તેમજ શત્રુમાં, મિત્રમાં, તૃણમાં, સ્ત્રીયોમાં, સુવર્ણમાં તેમજ પાષાણમાં, મણિમાં તેમજ માટીમાં અને મોક્ષમાં તેમજ સંસારમાં એક સરખી બુદ્ધિવાળો હું ક્યારે થઇશ ?
તેવીજ રીતે મંત્રી વસ્તુપાળ, તથા પરમતમાં ભર્તૃહરિએ પણ મનોરથો કરેલા છે. અને જે મનોરથ જે કરે છે, તે દુષ્પ્રાપ્ય વસ્તુનો જ કરે છે, પરંતુ જે વસ્તુ કષ્ટવિના સુખે મળતી હોય તેનો મનોરથ કોઇ કરતું પણ નથી. જેથી હે મુમુક્ષુ ? પ્રમત્ત ગુણસ્થ વિવેકી પુરૂષોએ પરમ સંવેગ ભાવથી અપ્રમત્ત ગુણસ્થાનનો સ્પર્શ કર્યો હોય તો પણ સર્વ પ્રકારે પરમ શુદ્ધ પરમાત્મતત્ત્વ સંવિત્તિનો મનોરથ કરવો. પરંતુ ષટ્કર્મ, ષડાવશ્યકાદિ વ્યવહાર ક્રિયાનો પરિહાર કરવો નહીં.
૩૧૨
“ભદ્ર, આવા આવા ધ્યાનના મનોરથો કરી આપણા પંચમ કાળના પૂર્વાચાર્યે ભવ્ય ભાવનાઓ કરતા હતા, પણ પોતાના નિત્યાનુષ્ઠાનથી તદ્ન વિમુખ થતા નહતા. આ ઉપરથી સાધુઓએ સમજવાનું છે કે, રાત્રિદિવસ લાગેલા દૂષણોનો ઉચ્છેદ કરવાને અવશ્ય ષડાવશ્યાદિક ક્રિયાઓ જ્યાંસુધી ઉપરના ગુણસ્થાનોથી સાધ્યને નિરાલંબન ધ્યાન પ્રાપ્ત ન થાય ત્યાંસુધી કરવી જોઇએ.” મુમુક્ષુએ પ્રસન્નતાથી કહ્યું, “ભગવન્, આપની આ વાણીએ મારા અંતરાત્માને પ્રસન્ન કર્યો છે, હવે આ પગથીઆ ઉપર જે ત્રેસઠ ચાંદલાઓ છે, અને તેમાંથી જે એકાશી કિરણો નીકળે છે, તે દેખાવની સૂચના સમજાવો.”
આનંદ મુનિએ કહ્યું, “ભદ્ર, આ પ્રમત્ત ગુણસ્થાન રૂપ છઠ્ઠા પગથીઆપર વર્ણનારા જીવને ચાર પ્રત્યાખ્યાનનો બંધ-વ્યવચ્છેદ