________________
યૌદ ગુણસ્થાનક ભાગ-૩
૩૧૧
નિરાલંબન ધ્યાનાંશતો પ્રથમ સંવનનના અભાવથી પ્રાપ્ત થઇ શકતું નથી, તેથી ઉભય ભ્રષ્ટ થાય છે. તેથી સાધુએ આવશ્યકાદિ ક્યિા અવશ્ય કરવી જોઇએ. આવશ્યક ક્રિયાનો ત્યાગ કરી નિરાલંબન ધ્યાનનો પ્રયત્ન કરવો એ અનુચિત છે.
| મુમુક્ષુએ શંકા લાવી પુછયું, “મહાનુભાવ, આપ નિરાલંબન ધ્યાનની ભારે પ્રશંસા કરો છો તેથી તે ધ્યાન સર્વોત્તમ છે, તો તે ધ્યાન કરવાનો પ્રયત્ન શા માટે ન કરવો ?”
આનંદસૂરિ બોલ્યા - “ભદ્ર આ પંચમકાલમાં એ ધ્યાન પ્રાપ્ત કરી શકાતું નથી, તેથી આવશ્યકાદિ ક્રિયાઓ છોડી તેને માટે પ્રયત્ન કરવો અનુચિત છે, તેને માટે તો હૃદયમાં સતત મનોરથો કરવાના છે. આપણા આહત ધર્મના મહર્ષિઓએ તેને માટે મહાન મનોરથો કરેલા છે. જે મનોરથો સાંભળતા આપણને હૃદયમાં મહાનંદ પ્રાપ્ત થાય છે. તે મહાનુભાવો કહેતા હતા કે, “ચિત્ત વૃત્તિનો વિરોધ કરી, ઇંદ્રિયોનો સમૂહ તથા તેના વિષયોને દૂર કરી શ્વાસોચ્છવાસની ગત્યાગતિનું રોધન કરી, ધૈર્ય ધારણ કરી, પદ્માસનવાળી કલ્યાણ કરવા નિમિત્તે, વિધિયુક્ત કોઇ પર્વતની કંદરામાં બેસી અને એક વસ્તુ પર દ્રષ્ટિ સ્થિર કરી એકાંતે અંતર્મુખ રહેવાનો લાભ ક્યારે પ્રાપ્ત થશે ?”
ચિત્ત નિશ્ચલ થતાં, રાગ, દ્વેષ, કષાય, નિદ્રા અને મદ શાંત થતાં, ઇંદ્રિયોના વિકારો દૂર થતાં, ભ્રમારંભક અંધકાર પ્રલય થતાં, જ્ઞાનનો પ્રકાશ થતાં અને આનંદ પ્રગટ થઇ વૃદ્ધિ પામતા આત્મ અવસ્થામાં રહેલા મારા જીવની વનના ક્રૂર સિંહો
ક્યારે રક્ષા કરશે ? વળી એક સૂરપ્રભ નામના આચાર્ય કહે છે કે, હે ભગવન્, તમારા આગમરૂપી ભેષજથી, રાગરૂપ રોગ નિવર્તવાથી નિર્મળ ચિત્ત યુક્ત થયે, ક્યારે એવો દિવસ આવશે કે જે દિવસે હું સમાધિરૂપ લક્ષ્મીનું દર્શન કરીશ ? ઇત્યાદિ. વળી