________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૨૮૭
| ગ્રહણ કરાતાં ભાષા દ્રવ્યો સ્થિર, દ્રવ્યથી અનંત પ્રદેશી, ક્ષેત્રથી અસંખ્યય પ્રદેશાવગાઢ, કાલથી એક સમય સ્થિતિકથી માંડી અસંખ્યય સમય સ્થિતિક અને ભાવથી પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ, બે ત્રણ યા ચાર સ્પર્શવાલા હોય છે. એકગુણ શીતથી. યાવત અનંતગુણ શીત સ્પર્શ હોય છે. એ રીતે એક ગુણ શ્યામથી ચાવત્ અનંતગુણ શ્યામ હોય છે. એમ ભાવથી સર્વ ગુણોમાં સમજી
લેવું.
નિસર્જન બે રીતે થાય છે : તીવ્ર પ્રયત્નથી અને મંદ પ્રયત્નથી –તીવ્ર પ્રયત્નથી ભાષાવર્ગણાનાં દ્રવ્યો ભેદાય છે, અને એ ભિન્ન દ્રવ્યો છએ દિશાએ લોકાન્ત સુધી જાય છે. સૂક્ષ્મ અને બહુ હોવાથી, તથા અન્ય દ્રવ્યોને વાસક હોવાથી અનંતગુણ વૃદ્ધિયુક્ત બને છે. મન્દ પ્રયત્નથી ભૂદાતા નથી અને એ અભિન્ન દ્રવ્યો સંખ્યાતા યોજન જઇને વિલય પામે છે- શબ્દ પરિણામને છોડી દે છે. ભાષા દ્રવ્યોનો ભેદ પાંચ પ્રકારે થાય છે : ખંડભેદ, પ્રતરભેદ, ચૂર્ણિકાભેદ, અનુતટિકાભેદ અને ઉત્કારિકાભેદ.
(૧) ખંડભેદ – સોનું, રૂપું, સીસું ઇત્યાદિની જેમ.
(૨) પ્રતરભેદ - વાંસ, વેત્ર, નલ, અભ્રક, કદલી ઇત્યાદિની જેમ.
(૩) ચૂર્ણિકાભેદ - તલ, મગ, અડદ, મરી ઇત્યાદિની જેમ.
(૪) અનુતટિકાભેદ - દ્રહ, નદી, વાવડી, પુષ્કરી, દીર્ઘકા, સરોવર ઇત્યાદિની જેમ.
(૫) ઉત્કારિકાભેદ - તલસીંગ, મગસીંગ, એરંડબીજ ઇત્યાદિની જેમ.
સર્વ સ્તોક ઉત્કારિકા ભેદ હોય છે, તેથી પશ્ચાનુપુર્વ ક્રમે અનંતગુણ અધિક હોય છે, તાલ આદિના પ્રયત્નપૂર્વક ઉચ્ચરિત ભાષાદ્રવ્યો ભાષાપ્રાયોગ્ય અન્ય દ્રવ્યોને વાસિતપરાઘાતક કરે છે.