________________
૨૮૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
જાતિસ્મરણ અથવા વ્યવહાર-કૌશલ્ય-જનક ક્ષયોપશમ વિશેષ. વિકલેન્દ્રિયોને માત્ર ચોથી વ્યવહારભાષા હોય છે. તેમનો સમ્યક્રપરિજ્ઞાનભૂષિત કે પરવચનાદિદૂષિત અભિપ્રાય હોતો નથી તેથી સત્ય, અસત્ય, કે તે બેના સંમિશ્રણરૂપ મિશ્ર ભાષા હોતી. નથી. વળી વિકલેન્દ્રિય તથા શિક્ષા અને લબ્ધિ રહિત પંચેન્દ્રિય તિર્યંચોને અવ્યક્ત ભાષા હોય છે, તથા વિલક્ષણ ભાષા વર્ગણાના દલિકથી જન્ય હોય છે, તેથી પણ તેમને ક્રોધ-નિઃસૃતાદિ ભાષાઓ ઘટતી નથી.
ભાષાવણાના લો
જેનદર્શન ભાષાને ઇતર દર્શનોની જેમ આકાશના ગુણાદિ સ્વરૂપ નહિ પણ પીગલિક દ્રવ્ય સ્વરૂપ માને છે. આઠ પ્રકારની જીવને ગ્રહણ યોગ્ય પદ્ગલિક વર્ગણાઓ છે, તેમાં “ભાષા' એ પણ એક વર્ગણા છે. તે જીવને ગ્રહણ યોગ્ય અને સૂક્ષ્મ છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, અને ચાર સ્પર્શવાલા અનંત પ્રદેશી સ્કંધોથી બનેલી ભાષાવર્ગણાઓ લોકમાં ઠાંસીને ભરેલી હોય છે. તે ભાષાવર્ગણાના અનંતપ્રદેશી સ્કંધો આત્મશક્તિ દ્વારા પ્રેરિત થઇને વચનરૂપમાં પરણિત થાય છે. ભાષાવર્ગણાના દ્રવ્યોને આત્મા કાયયોગવડે ગ્રહણ કરે છે, વાચોગરૂપે પરિણત કરે છે, અને ઉરઃ કંઠાદિ સ્થાનોના પ્રયત્નપૂર્વક વિસર્જન કરે છે. ભાષાના આ ગ્રહણ, પરિણમન અને વિસર્જનનું યથાતથ્ય સુવિસ્તૃત સ્વરૂપ જેનાગમ ગ્રન્થોમાં પ્રતિપાદન કરેલું છે. પ્રથમ સમયે ભાષાદ્રવ્યનું ગ્રહણ થાય છે અને દ્વિતીય સમયે પરિણમન તથા નિસર્જન થાય છે. નિસર્જન થયેલાં તે ભાષાદ્રિવ્યો વડે અન્ય ભાષાદ્રવ્યો વાસિતા થાય છે, તેને પરાઘાત કહેવામાં આવે છે. નિસગનુકૂળ કાયસંરંભને વચો યોગ કહેવાય છે.