SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ થાળક માd|-૩ - - - - - - - - - - - - ૨૭૭ – – – – સત્યભાષા પણ પરમાર્થ દ્રષ્ટિએ અસત્ય છે. સત્ય, અસત્ય, મિશ્રા અને અનુભય એ ચાર પ્રકારની ભાષામાં પ્રથમ સત્ય ભાષાના દશ પ્રકાર પાડી બતાવવામાં આવ્યા છે, તે આ પ્રમાણે - સત્યભાષાના દશ પ્રાર (૧) જનપદસત્ય – પાણીને કોઇ દેશમાં “જલ” અને કોઇ દેશમાં “ઉદક' કહે છે તે બધા જનપદસત્યના પ્રકાર છે. અહીં એક જ અર્થ માટે ભિન્ન ભિન્ન શપ્રયોગ કરવામાં દુષ્ટ વિવક્ષા કે ઠગવાની બુદ્ધિ રહેલી નથી. તેથી તે બધા શપ્રયોગો સત્ય છે. (૨) સમ્મતસત્ય – પંકજ શબ્દ અરવિંદમાં જ રૂઢ છે, પણ કાદવમાંથી ઉત્પન્ન થતા કીટાદિમાં કે કુમુદકુવલયાદિમાં રૂટ નથી તે સમ્મતસત્ય છે. (૩) સ્થાપના સત્ય – જિનપ્રતિમામાં જિન શબ્દ “જિન” શબ્દ જેમ ભાવજિનમાં પ્રવર્તે છે. તેમ સ્થાપનાજિનમાં પણ પ્રવર્તે છે. જિનપ્રતિમામાં “જિન” શબ્દનો પ્રયોગ એ મિથ્યાત્વ છે એમ કેટલાકો કહે છે, તેઓ સ્થાપનાસત્યનું પ્રતિપાદન કરનાર સૂત્રનું ઉન્મેલ કરવા દ્વારા અનંતા અરિહન્તોની આશાતના કરનારા તથા અનંત સંસારીપણાને ઉપાર્જન કરનારા થાય છે. શબ્દશક્તિ એક્લી વ્યક્તિ કે જાતિમાં જ નહિ પણ વ્યક્તિ જાતિ અને આકૃતિ ત્રોમાં પ્રવર્તે છે, એમ તૈયાયિકો એ પણ સ્વીકાર્યું છે. અંકવિન્યાસ, અક્ષરવિન્યાસ, મુદ્રાવિન્યાસ ઇત્યાદિ સ્થાપના સત્ય છે. (૪) નામસત્ય - ધનરહિતને “ધનવર્ધન” અને કુલવિહીનને કુલવર્ધન' ઇત્યાદિ ભાવાર્થવિહીન નામ આપવાં તે નામસત્ય છે. (૫) સત્ય - લિંગધારી સાધુમાં “સાધુ' અને વેષધારી યતિમાં “યતિ' શબ્દનો પ્રયોગ એ રૂપસત્ય છે. નાટકીયા રાજા
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy