________________
–
–
–
–
––
–
–
–
–
–
૨૭૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
– – શરીરથી તનતોડ મજૂરી કરનાર મજૂર જે કમાણી જીવનભર મજૂરી કરીને નથી કરી શકતો તે કમાણી વચનશક્તિને પ્રાપ્ત થયેલ એક કુશળ વક્તા કે વકીલ એક દિવસમાં પણ કરી લે છે, વચનશ્રવણથી માણસ ધર્મી બને છે, અને વચનશ્રવણથી જ માણસ અધર્મી બને છે. માણસના અંતરમાં રહેલી સારી કે નરસી વૃત્તિઓને એકદમ ઉત્તેજિત કરીને બહાર લાવવાનું સામર્થ્ય જેટલું વચનવર્ગણામાં રહેલું છે તેવું પ્રાયઃ બીજા કશામાં દેખાતું નથી. આજની કેળવણીમાં અક્ષરજ્ઞાનને જે પ્રાધાન્ય આપવામાં આવે છે, તથા શાસ્ત્રોમાં કેવળજ્ઞાનાદિ પાંચ જ્ઞાનોમાં શ્રુતજ્ઞાનને જે મુખ્ય પદ આપવામાં આવ્યું છે, તેની પાછળ પણ એક યા બીજી રીતે વચનસામર્થ્યનો જ સ્વીકાર રહેલો છે. સચેતન મનુષ્યના મુખમાંથી નિકળેલું સીધું વચન તો અસર નિપજાવનારું થાય છે જ, પરન્તુ અચેતન ચિત્રપટો, ફોનોગ્રાફો કે રેડીઓમાંથી સંભળાતા શબ્દોની પણ ચમત્કારિક અસર થતી આજના માનવીઓના જીવન ઉપર પ્રત્યક્ષ અનુભવાય
છે.
વચનશક્તિનો પ્રભાવ એક અપેક્ષાએ જ્ઞાનશક્તિથી પણ વધી જાય છે. વચનમાં રહેતું જ્ઞાન બીજા આત્મા સુધી પહોંચાડવા માટે જ્ઞાનના વાહન તરીકેનું કાર્ય કરનાર વચન સિવાય બીજી કઇ ચીજ છે ? જ્ઞાનને પ્રાપ્ત કરાવનાર, સંસ્કારિત બનાવનાર, તથા સર્વત્ર ફ્લાવનાર વચનશક્તિ જ છે, એ વાત સર્વ વાદિઓને સમ્મત છે.
પરન્તુ એ વચનશક્તિથી આ દુનિયામાં જેટલું ભલું થાય છે તેનાથી ભૂંડું ઘણું થાય છે, એ કદીપણ ભૂલવું જોઇએ નહિ. વચનથી ભલા કરતાં ભૂંડું અધિક થાય છે, એ જ કારણે કેટલાક અનુભવીઓને કહેવું પડ્યું છે :
તારા કાન બધાને આપ, પણ જીભ કોઇને પણ ન આપ.