________________
૨૬૬
ચૌદ ગુણસ્થાનક માણ-૩
હિંસાથી બચવાની કાળજી અને સંયમ જાણવા-સમજવાનું પણ બીજે ક્યાં મળે ? અનંતજ્ઞાની અરિહંત દેવોએ સ્વયં આરાઘેલું અને જગતને ભાખેલું એ સંયમ મને મહાપુણ્યે સમજવા મળ્યું, તો એને હું જરૂર આરાધી લઉં” આવી ધગશ રહેવી જોઇએ; અને સાથે સંયમનો ઉગ્ર પુરૂષાર્થ જોઇએ; સંયમમાં ઇન્દ્રિય સંયમ મનઃસંયમ વગેરે પણ કેળવવાના છે.
9- સત્ય
યતિધર્મમાં સાતમો ધર્મ સત્ય છે. સત્ય આમ તો પ્રસિધ્ધ ગુણ છે, પરંતુ સાધુ જે સત્ય આદરે છે, તે સૂક્ષ્મ કોટિનું હોય છે. સાધુને માત્ર વાચિક અસત્ય જ ત્યાજ્ય હોય છે એમ નહિ, પણ માનસિક અસત્ય પણ ત્યાજ્ય હોય છે. તેમજ કોઇ અસત્ય બોલે એમાં સંમતિ કે રાજીપો રાખવાનું પણ ત્યાજ્ય હોય છે. ક્રોધાદિ કષાયથી, ભયથી કે હાસ્યાદિથી જૂઠ બોલવાનો મુનિને ત્યાગ હોય છે. ત્યારે સાચું પણ વચન જો સાવધ હોય, જીવઘાતક હોય કે સામાને અપ્રિય લાગે તેવું હોય તો તેય બોલવાનું હોતું નથી. મેતારજ મુનિએ, ક્રૌંચ પક્ષી જવલા ચણી ગયું છે એ સત્ય હોવા છતાં, એ વચન જીવઘાતક હોવાથી સોનીને ન કહ્યું. જો કહે તો પક્ષીને કદાચ સોની મારી પણ નાંખે. તેમજ એ પણ વાત છે કે સોનીના જ્વલાની વાત સાવધ છે, સાંસારિક છે. મુનિ સાંસારિક બાબતમાં પડે નહિ. આમ મેતારજ મુનિએ કાંઇ ન બોલતાં મૌન રાખ્યું.
આમ સાચું હોવા છતાં જો અપ્રિય લાગે એમ હોય તો ન બોલી શકાય. દા.ત. કાણાને કાણો કે આંધળાને આંધળો ન કહેવાય, આવી રીતની મર્યાદાઓ સાચવીને મુનિવરો સત્યને વળગી રહે છે. જીવનભર સત્યને છોડતા નથી. સત્યનું મહત્વ :