________________
ચૌદ મણસ્થાનક ભાગ-૩
૨૬૫
દ્વારા એને ઘસવાની કરામત શીખવનારું શ્રી જિનેશ્વર દેવનું શાસન ફ્રી ફ્રીને ક્યાં મળશે ?
લોચ વગેરે કાયકલેશ છે. વગેરેમાં બાવીસ પરિષહ અને મારણાન્વિક ઉપસર્ગો આવે. એ તથા મન-વચન-કાયાનું સંગોપન, આ બે દ્વારા તો આત્મા અકલવ્ય લાભ પામે છે. એમાં સાથે વિનયાદિ, અને શાસ્ત્રોનું ચોવીસે કલાક પારાયણ-એ તો જીવને જગત ભૂલાવી દે છે. ત્યારે ધ્યાન એ તો અપૂર્વ સાધના છે.
(૧) અહીં જન્મીને શ્રાવક માતાની કુક્ષિ રત્નકુક્ષિ કરવી હોય, (૨) શ્રી મહાવીર પ્રભુનું શાસન પામ્યા તે સાર્થક કરવું હોય, અને (૩) ભાવિ અનંતકાળને ઉજ્જવળ કરવો હોય....તો બીજી આળપંપાળ શું કરવી હતી ? એક માત્ર મહાકલ્યાણ તપની પુંઠે લાગી જવું જોઇએ. ૬ - સંયમ
છઠ્ઠો યતિધર્મ-સંયમ એમાં જીવવિરાધનાથી અને અસત્યાદિ આશ્રવોથી બચવાનો તીવ્ર ઉપયોગ આવે. શાસ્ત્રમાં પ્રેક્ષાસંયમ, ઉપેક્ષાસંયમ વગેરે કહ્યાં છે. પ્રેક્ષાસંયમમાં મુનિને કોઇ પણ વસ્તુ ઉપયોગમાં લેતાં પહેલાં ખૂબ સારી રીતે સૂર્યના પ્રકાશમાં જોવાની તપાસવાની હોય છે; ને પ્રમાર્જના સંયમમાં મૃદુ ઉનના રજોહરણથી પ્રમાર્જવાની હોય છે. કોઇ જીવ બિચારો અહીં ભૂલો તો નથી પડ્યો ને ?' એ પડિલેહણમાં, ઇર્યાસમિતિમાં, વસ્તુના આદાન નિક્ષેપ કે પારિષ્ઠાપનિકામાં જોવું પડે. આ જોવાનું પ્રમાદદોષ પર સંયમ કેળવવાથી થાય માટે આને સંગમ કહેવાય.
સંયમ માટે વિચારવું કે, “જીવે અનેક ભવોમાં બીજી ત્રીજી ઘણીઘણી કાળજીઓ કરી છે, પણ એનું ફળ શું? સંસાર ભ્રમણ ! ત્યારે આ કાળજી, આ સંયમનું ? સદ્દગતિ અને મોક્ષ પણ તે આચરવાનું તો પછી, કિંતુ પળે પળે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ