________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૨૬૩
(૯) સાપ વિનાશoો ભોમ. એમ પ્રશમરતિમાં ઉમાસ્વાતિ મહારાજ કહે છે.
(૧૦) લોભમાં પૂર્વના મહામૂલા પુચ ઘસાઇ જાય છે.
(૧૧) લોભ મમતાના પાપોથી ભયંકર કર્મબંધ અને અનેક દુર્ગતિના ભવોમાં ભટકવાનું થાય છે.
માટે તો પૂર્વના પુણ્યનો નાશ, ગુણનાશ, પાપબંધ, અને બીજા ચિંતા-વ્યાસ-નકામી વેઠ વગેરેના દુઃખોથી બચવા ઇચ્છનારા મુનિએ બધાના મૂળભૂત લોભથી પાછા ફ્રી નિર્લોભનિરીચ્છ, નિસ્પૃહ બનવાનું છે. એથી આત્માનંદ ઉપરાંત જગતના સન્માન મળે છે. “ન માગે દોડતું આવે? મોટા સમ્રાટ રાજાના પણ પૂજ્ય બનાય છે. આ લોભમુક્તિ ખૂબ અનુભવવી જોઇએ. તેમાં જેટલો કાય તેટલું નક્કર સુખ.
૫ - તપ
ચતિધર્મમાં પાંચમો છે તપ. તપ એ તો સંયમી સાધુનું આભૂષણ છે. મહાવ્રતો એ મુનિનું નિર્મળ શરીર. પરંતુ એના પર શોભાકારી અલંકાર છે તપ. તપ વિશાલ અર્થમાં-છ બાહ્ય અને છ અત્યંતર. એમ બાર પ્રકારે છે. બાહ્યમાં -
(૧) ખાવાના ટંકના ત્યાગ. (૨) ભૂખ છતાં થોડા કોળીયાનો ત્યાગ. (૩) ખાવાની કેટલીક વસ્તુઓના ત્યાગ. (૪) રસનો ત્યાગ. (૫) કાયાને કષ્ટિ. (૬) મન-વચન-કાયાનું સંગોપન. અભ્યત્તર તપમાં -
(૧) પ્રગટ કે છૂપા ગુનાના એકરારપૂર્વક ગુરૂ પાસેથી પ્રાયશ્ચિતનું ગ્રહણ અને સેવન. (૨) વિનય. (૩) વૈયાવચ્ચ. (૪) સ્વાધ્યાય. (૫) ધ્યાન. (૬) કાયોત્સર્ગ.