SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ — — — — — — ૨૬૨ ચૌદ ગુણસ્થાન ભાગ-1 — — આવીને ઊભી જ છે. ખાવાની ઇચ્છા થઇ અને મહામજુરી કરી. સંતોષી, તો હવે ખાધું એટલે વાની કે આરામ કરવાની ઇચ્છા થઈ; એને પૂરી, ત્યાં તો નવું કમાવવાની ઇરછા થઇ, અથવા પાસે ભરપૂર છે તો કોઇ સંગીત, વાર્તાવિનોદ વગેરેની ઇચ્છા થઇ. આમ ઇચ્છાના રવાડે ચઢવામાં ઇચ્છાઓની સાયકલ ચાલ્યા કરે છે. એ પુરવામાં કેટકેટલી ચિંતા, હાડમારી, પરિશ્રમ વગેરે ઉઠાવવા પડે છે, એ તો નજરે દેખાય છે. (૪) એમાં ક્યાંક અપમાન તિરસ્કાર, ટોણાં પણ વરસે છે ને ? (૫) ત્યારે નિરાશ થઇ. “આના કરતાં તો એના વિના ચલાવ્યું હોત તો સારું.' એવું કેટલીય વાર, ખેદ-પશ્ચાતાપ વગેરે થયું છે ને ? કેમ આ બધું ? કઈ ઇચ્છાના પાપે, લોભના વાંકે. (૬) લોભથી ભાઇ ભાઇમાં ઝઘડા અને માબાપથી જુદાઇ થાય છે. તેમજ (૭) ધર્મમાં અખાડા, ગુરૂથી ડરી ડરીને છેટા ભાગવાનું, એવું એવુંય ખરું ને ? (૮) તૃષ્ણાને વશપડી કાળાં કામ, છેતરપીંડી, પાપધંધા, ઉપકારીનો દ્રોહ, ગુણી ઉપર દ્વેષ-એવું એવું પણ બને છે. લોભવશ કનકરથ રાજા પોતાના જન્મતા પુત્રના અંગછેદ કરાવતો જેથી એ રાજ્યગાદીને લાયક ન રહે. ચલણીએ પોતાના જ પુત્ર બ્રહ્મદત્તને લાખના ઘરમાં રાખી ઘર સળગાવ્યું. કોણિકે ઉપકારી પિતા શ્રેણિકને કેદમાં પુરી રુકા મરાવ્યા, વિનયરત્ન ધર્મી ગુણીયલ અને પૌષધમાં રહેલા ઉદાયી રાજાનું ખૂન કર્યું ! લોભ-તૃષ્ણા-મમતા શું શું અકાર્ય નથી કરાવતા ! કહો કે બધું કરાવે છે, એથી ભયંકર પાપો થાય છે, અને સર્વગુણો નાશ પામે છે, “પાપનો બાપ લોભ છે.”
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy