________________
ચૌદ ગુણસ્થાનક માણ-૩
૨૬૧
અહિં જ અનુભવાય છે. આજે કેટલાક માણસો એમજ પૂછે છે કે “મોક્ષમાં શું સુખ ?” તે પ્રશ્નનું કારણ એ છે કે એ લોકોને તૃષ્ણામમતા-લોભ એટલા બધા વળગેલા છે, કે તેઓ એને જ જીવન માને છે. એમાંથી જ્યાં સુધી મુક્તિ એટલે છૂટકારો ન લે, ત્યાં સુધી મોક્ષસુખની એ કલ્પના નહિ કરી શકે. એવા બહુ તૃષ્ણાવાળાના મનમાં તે નહિ જ ઉતરે કે મોક્ષમાં અનંતસુખ છે. જેમ ખરજવાના દર્દીને ‘નહિ ખણવાના આરોગ્યમાં સુખ છે.' એ સમજાતું નથી, જેમ તાવવાળી જીભે સારી વસ્તુનો સ્વાદ સમજાતો નથી, તેમ લોભમાં રક્ત માનવીને મોક્ષનું સુખ સમજાતું નથી. માટે જ નિર્લોભતા-નિસ્પૃહતા, કેળવવાની જરૂર છે તૃષ્ણા નાશ, મમતા-ત્યાગ સિદ્ધ કરવાની જરૂર છે. એ કેળવાય, એ સિદ્ધ થાય એટલે તો પછી એવો આંતરસુખનો અનુભવ થશે કે જગત કુછ વિસાતમાં નહિ લાગે, ‘નિસ્પૃહસ્ય તૃણં નમત્ ।' એને એમ થશે કે થોડી ઘણી પણ જગતના પદાર્થોની આકાંક્ષા મૂકી તો એ તૃષ્ણાના કાથી કલેજે અદ્ભુત ઠંડકનો અનુભવ થાય છે, અપૂર્વ શાંતિ ચિત્તભૂમિમાં પથરાઇ જાય છે, અને હૈયું આત્માનંદથી ઉભરાઇ જાય છે, તો પછી જગતનું બધું મુકાઇ જાય તો કેવી અનંત શાંતિ, અનંત આનંદ, અને અનંત ઠંડક અનુભવવા મળે ?
જ્યાં મોક્ષમાં શરીરજ નથી તેથીજ શરીરના ધર્મો ઓછામાં ઓછી રીતે બજાવવા જેટલી પણ ઇચ્છા કે ફ્કિરનું નામ નિશાન નથી, ત્યાં અનુપમ સુખ હોય એમાં નવાઇ નથી. ઇચ્છામાં, લોભમાં, ને મમતામાં તો પાર વિનાના દુઃખ છે ઃ કારણ કે,
(૧) એને સંતોષવાની સળગતી ચિંતાઓમાં મહા સંતાપ
છે.
(૨) એના ઉધમમાં અઢળક વેઠ છે.
(૩) એક ઇચ્છા તૃપ્ત થઇ ન થઇ ત્યાં તો પાછી બીજી ઇચ્છા