________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
અનુચિતવર્તન, સ્વાર્થ-સ્વચ્છંદતા, પાપરતિ, અજ્ઞાનતા-મૂઢતા અને નિષ્ઠુરતા એ લોકિક ભાવો છે. એની સામે ઔદાર્ય-દાક્ષિણ્યાદિ એ લોકોત્તર ભાવો છે.
૨૪૫
.
(૧) ઔદાર્ય માટે - પહેલું તો તુચ્છપણું છોડવું પડે. જીવનો અનાદિનો ચાલી આવતો તુચ્છ ક્ષુદ્ર સ્વભાવ હવે પડતો મૂકવો પડે. પ્રસંગ પ્રસંગ પર હલકા વિચારો ઝટ સ્ફુરી આવે છે. અડધી રાતે બારણું ખખડ્યું ત્યાં ઝટ મનને થાય છે કે કોણ હરામી છે ?' અત્યારે વળી કોણ આ પજવવા આવ્યું છે ? હરામી અને પજવનારની કલ્પના એ ક્ષુદ્ર મનના ઘરની છે. પછી ભલેને આવનાર સારો શાહુકાર અને લાભ કરાવવા આવ્યો હોય ? નોકર જરા મોડો આવ્યો, વેપારીએ જરા ભાવ વધુ લીધો, ત્યાં સીધા લુચ્ચા, હરામખોર વગેરે ટાઇટલ આપી બબડાટ શરૂ થઇ જાય છે. સ્વાર્થ દેખાય ત્યાં અધમ ઉપાયનો પણ સંકોચ નથી રહેતો ! આ બધી સહ સિદ્ધ તુચ્છતા ક્ષુદ્ર હૃદયનું પરિણામ છે. ઔદાર્ય લાવવા માટે હવે એને અટકાવી ઉમદા સૌમ્ય વાણી, ઉમદા વિચાર અને ઉદાર વર્તાવ કરવો જોઇએ. ‘બારણું ખખડ્યું ઓ. ‘અહો ! કોણ ભાગ્યશાળી છે ?' વેપારીએ ભાવ જરા વધુ લીધો તો ભલે બીચારો રળે. આપણે કાંઇ આટલામાં તૂટી જવાના નથી અથવા બીચારો ! ઠગાઇમાં કમાયો શું બહુ ? અને પાપ કેટલું બધું બંધાયું ! મનમાં આવી દયા ઉઠે. એમ સ્વાર્થ માટે પણ હલકા ઉપાયની સુગ ચઢે. નિંદા, વિથા, ચુગલી, હલકટવાંચન અધમના સંસર્ગ વગેરે ટાળવા પડે. કેમકે એ ક્ષુદ્રતા લાવનારા છે. એ ટાળી ઉત્તમ સત્સંગ સાંચન, ગુણ કથા. ઉત્તમ ઉપાયો વગેરેના સેવનથી દિલમાં ઉદાર વૃત્તિ ઘડાય છે.
.
ઔદાર્ય માટે વળી ઔચિત્યની બહુ જરૂર છે. વડિલ જનો અને દીન, હીન, દુખીયારા પ્રત્યે ઉચિત વર્તાવ. વડીલ જનોમાં