________________
૨૪૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
પછીથી જ માર્ગ = વિશિષ્ટ ક્ષયોપશમ થાય એટલે શરણ = સાચી તત્ત્વબોધની ઝંખના ઊભી થાય; તે પછી જ બોધિ = સમ્યગ્દર્શન મળે.
અહીં શ્રી લલિતવિસ્તરા માં બતાવવામાં આવ્યું છે કે આ પાંચ અપુનબંધક આત્માઓને જ પ્રાપ્ત થાય છે. “અપુનબંધક' એટલે હવે થી કદી કમની ઉત્કૃષ્ટ સ્થિતિ નહિ બાંધે છે. એમનામાં જ યોગ્યતા છે; અને યોગ્યતા એવી ચીજ છે કે સાધનાના પ્રારંભથી માંડી સિદ્ધિ સુધી ઉત્તરોત્તર મોહનીય કર્મના ક્ષયોપશમની વૃદ્ધિ કર્યે જાય. વળી કહ્યું છે કે આ બધું થતું હોય એમાં લોકોત્તર ભાવોનો અમૃત આસ્વાદ અનુભવાય છે, અને વિષયતૃષ્ણાદિ પાપવિકારોની શાન્તિ થાય છે. આ લોકોત્તર ભાવો' અને “પાપવિકારો કયા કયા' એ અંગે શ્રી ષોડશક શાસ્ત્રમાં બહુ સુંદર
ખ્યાલ આપ્યો છે. જો સમ્યકત્વના આંગણે જરૂરી, તો પછી સાધુજીવનના આંગણે તો તે અતિ જરૂરી હોય જ. તેથી અહીં એની ટૂંકી વિચારણા આપવામાં આવે છે. ' લલિતવિસ્તરાકાર મહર્ષિએ અહીં સામાન્યરૂપે અને ષોડશક ગ્રંથમાં વિશેષરૂપે લોકોત્તરભાવો અને પાપવિકારોનું વર્ણન કરી એ સૂચવ્યું છે કે જીવન ઉત્થાન, આત્મોત્થાન કરવા ચાહતા હો તો આ જ પ્રાથમિક અને સુંદર ઉપાય છે કે લોકોત્તર ભાવોને આદરી ભાવનું આરોગ્ય મેળવો. અને પાપવિકારો છોડો. આનું કારણ એ છે કે જીવન યા આત્માની અધોગતિ અવનતિ આંતરિક ભાવ-આરોગ્યના અભાવે છે, ભાવના રોગથી નીપજતા પાપવિકારોને લીધે છે. આમાંથી ઊંચે આવવા માટે, ઉત્થાન કરવા માટે, ભાવનું આરોગ્ય અને પાપવિકારોનો નાશ કરવો જોઇએ.
ભાવનું આરોગ્ય તોજ થાય કે લૌકિક અશુભ ભાવો પડતાં મૂકી લોકોત્તર શુભ ભાવ અપનાવવામાં આવે. ક્ષુદ્રતા-કૃતજ્ઞતા