SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાdl-3. ૨૪૩ આ આચાર સહિત બંને શિક્ષાનું આસેવન અંતરના આત્મશુદ્ધિકરણના પરિણામ જાગ્રત કરીને કરવાનું. જેથી બીજું કોઇપણ માનાકાંક્ષાદિ પીગલિક આશય ન આવી જાય, તેમજ થોડું કરી સંતોષ ન પકડી લેવાય. નહિતર આ બનવું સંભવિત છે કે અમુક અધ્યયન યા તપસ્યાદિ કર્યા પછી મન માની લે છે કે મારે આટલું થયું બસ છે, હવે નિરાંત રાખું.” આ બનવાનું કારણ એ, કે ઉદ્દેશ અમુક પ્રમાણમાં આસેવન કરવાનો બાંધી લીધો હતો. ખરી રીતે વિચારવું તો એ જોઇએ કે “એ પણ શા માટે ? જીવનમાં ધર્મની એ સાધના એ પણ કાંઇ અંતિમ ધ્યેય નથી. ધ્યેય તો અંતરાત્માની પરિણતિનું વીતરાગભાવ સુધીનું શુદ્ધિકરણ છે. આ ધ્યેય નિશ્ચિત કર્યું હોય તો તો ગમે તેટલી સાધના કરી છતાં જો હજી બીજી શક્ય છે તો અધિકાધિક શુદ્ધિકરણને માટે એ કરાતી રહેશે. સાથે સચોટ જોવાનું રહેશે કે આ ધ્યેય-પરિણતિ શુદ્ધિ પળેપળ થતી આવે છે ને ? લોકોત્તર ભાવો અને પાપવિદ્યાર્ચ શ્રમણપણું એ ઊંચા છઠ્ઠા ગુણસ્થાનકની અવસ્થા છે, એમાં નીચેના ચોથા ગુણસ્થાનકની સમ્યકત્વ-અવસ્થા અંતર્મિલિત છે. માટે એ સુરક્ષિત હોય તો જ શ્રમણપણું ટકી શકે છે. હવે એ સમ્યકત્વ અવસ્થાને ખરેખર ગુણરૂપે ઊભી કરવી હોય તો એ માટે શાસ્ત્ર કેટકેટલી પૂર્વભૂમિકા જરૂરી બતાવે છે એનો અહીં વિચાર કરીએ. નમુત્થણંપ્રણિપાતદંડક સૂત્રમાં અભયદયાણ. ચકખુદયાણ, વગેરે પાંચ પદોથી ક્રમ બતાવ્યો છે કે પહેલાં અભય= ચિત્તસ્વાધ્ય આવે પછી જ ચક્ષુ = ધર્મઆકર્ષણ ઊભું થાય. તે
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy