________________
ચૌદ ગુણસ્થાનક ભા}-3
એમાં શક્ય બધી વિધિ જાળવવાની, અને અશક્ય બદલ ખેદ, દિલડંખ, રાખવાનો, ભાવવાનું કે ક્યારે થોડી પણ અવિધિ ટળે!' બાકી આરાધના તદ્દન છોડી દેવામાં અથવા શક્ય વિધિની ઉપેક્ષા કરવામાં તો જિનાજ્ઞા પ્રત્યે સૂત્ર-અર્થ અનુષ્ઠાન પ્રત્યે દિલ ગુમાવ્યું; અને દિલ ગુમાવ્યું એણે બધું ગુમાવ્યું. આસેવનશિક્ષા :
૨૪૨
ગ્રહણશિક્ષામાં તત્ત્વ અને માર્ગનો બોધ મળ્યો એને અમલમાં ઉતારવો જોઇએ. સદ્ગુરુએ આસેવનશિક્ષામાં જે વસ્તુ જે જે રીતે આચરવાની તાલીમ આપી તે તે રીતે આચરતાં રહેવું જોઇએ. નહિતર તો સુવર્ણવિધા તો મળી પણ સુવર્ણ બનાવવાના પરિશ્રમ વિના નિર્ધન ગરીબડા રહેવા જેવું થાય-એકલું જ્ઞાન શું કામ લાગે ? રોગી ઔષધના જ્ઞાનમાત્રથી સાજો ન થાય; ઔષધ ચિકિત્સા કરવી પડે. તરવાની વિધા જાણવા માત્રથી ન તરાય હાથપગ હલાવવા પડે; નહિતર ડૂબે ! આચરણ વિનાના જ્ઞાનની કંઇ કિંમત ન રહે, ભલેને આખાં ને આખાં શાસ્ત્ર મોઢે કરી લીધાં !
આચરણમાં મહાવ્રતોની ૨૫ ભાવનાઓનું પાલન, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિનું પાલન, ઇચ્છાકાર-મિથ્યાકાર વગેરે દશવિધ સામાચારીનું પાલન, ષટકા રક્ષા, અકલ્પ્ય-અનેષણીયનો ત્યાગ, આવશ્યક સ્વાધ્યાય-પડિલેહણાદિનું પાલન, પરીસહસહન, ક્ષમાદિ દશવિધ યતિધર્મપાલન, બાર ભાવના, તપસ્યા, દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવથી અભિગ્રહ પૂર્વક વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, લોચ-વિહારાદિ કષ્ટસહન, વિનય-વૈયાવચ્ચ ભક્તિ, વગેરે વગેરેનું આસેવન કરવાનું. અને દરેકે દરેક અતિચાર દોષની ગુરુ આગળ આલોચના તથા પ્રાયશ્ચિત વહન...આ બધા સાધ્વાચારનું આસેવન કરતા રહેવું જોઇએ.