________________
૨૪૧ - -
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
ચૌદ ગુણસ્થાન ભાગ-૩ - - - - - - - -
એવો સંભ્રમ વાચના લેતાં લેતાં જેમ જેમ નવું સૂત્ર, નવાં શાસ્ત્ર-અક્ષર તથા નવા નવા પદાર્થ જાણવાના મળતા જાય તેમ તેમ ઉલસતો જાય. આત્મસંપત્તિ વિનાની અત્યંત ગરીબી, કર્મનો. ભયંકર રોગ, અને રાગ-દ્વેષ-કામ-મોહ-મદ વગેરે ગુંડાઓનો ઘેરાવો જે નજર સામે તરવરે અને એનો ભારે ખેદ તથા ભય હોય તો આ સંભ્રમ થવો સહજ છે. મનને એમ થાય કે- “અહો આ જગતમાં ક્યાંય જોવા ન મળે એવો અપૂર્વ સૂત્ર-અર્થ મને મળ્યો ! કેવા કેવા અસાધારણ ઊંચા હિતવચન ! કેવા કેવા ઊંડા તત્ત્વ !” વાચનાના પ્રારંભથી ઠેઠ અંત સુધી અને તે પછી પણ સૂત્ર-અર્થ ગોખતાં-વિચારતાં એ પરાવર્તન કરતાં સંભ્રમ બન્યો રહે, નવો નવો આલ્હાદ થયા કરે. સમ્યગું જ્ઞાન અને ગુરુપ્રત્યે હૃદયની સ્નિગ્ધતા, ભિનાશ, ગદ્ગદતા વગેરે હોય તો એ શક્ય છે. અવિધિની ભયંક્રતા :
આ બધી વિધિપૂર્વક સૂત્રાર્થગ્રહણ કરતા રહેવાનું છે. વિધિ વિના દુનિયામાં ક્યાં ચાલે છે ? એક દવા પણ વિધિથી લેવાય તો લાભ કરે છે. રસોઇ વિધિસર બને તો સારી થાય; ક્યાંક ઉપેક્ષા કરે ધૂળધાણી થાય. ઇમારત વિધિસર તૈયાર થાય છે. વિશિષ્ટ મેમાનની વિધિપૂર્વક સરભરા થાય છે. તો “આ શ્રત દુન્વયી વસ્તુ કરતાં કેટલું અદ્ભુત વિશિષ્ટ !” એમ સમજી એને વિધિસર સત્કારવું જોઇએ. “વિધિની શી બહુ જરૂર છે' એમ કરી એની ઉપેક્ષા કરે તો, શાસ્ત્રકાર કહે છે કે, એ યોગની ઉપેક્ષા છે, જિનાજ્ઞાના અનાદરનું મહાપાપ કરે છે. એનો વિપાક દારુણ છે.
પ્ર. તો તો એના કરતાં શાસ્ત્ર ન ભણવા સારાં !
ઉ. ના, એમાં તો પેલા કરતાં સર્વ ઉપેક્ષાનું મહાપાપ ઊભું થાય-માટે ભણવાનું તો બહુ જ, ક્રિયા અવશ્ય કરવાની,