________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
૨૩૯
ગ્રહણરૂપી ખારાં પાણીથી કેવું ફળ આવે ? મહા બુદ્વિનિધાના પૂર્વાચાર્યો પણ વિધિપૂર્વક સૂત્રાર્થગ્રહણ કરીને પછી શાસનપ્રભાવક અને શાસ્ત્રસર્જક બન્યા છે. માટે વિધિપૂર્વક ગ્રહણ કરવામાં પ્રમાદ ન જોઇએ. ગ્રહણવિધિઃ
સૂત્રાર્થ ગ્રહણ કરવાની વિધિ એ છે કે તે તે સૂત્રને ભણવા માટે શાસ્ત્ર બતાવેલ ચારિત્રપર્યાય પ્રાપ્ત થવો જોઇએ. પછી જો એ કાલિકસૂત્ર હોય તો એની કાલગ્રહણ આદિ ક્રિયા કરવી જોઇએ. પછી ગુરુ આગળ એની વાચના લેવા માટે ગુરુનું આસન પધરાવવું, સ્થાપનાચાર્યજી પધરાવવા તથા મુનિઓએ મંડલિબદ્ધ બેસવાનું જેથી દરેકને સીધુ ગુરુમુખ દેખી શકાય. તેમાં પણ પોતપોતાના વડિલનો ક્રમ સાચવીને બેસવાનું, અને ગુરુને તથા વડિલને વંદન કરીને બેસવાનું. ત્યાં સૂત્રનો અનુયોગ આઢવાનો કાયોત્સર્ગ કરવાનો; તથા વાચના લેવાના આદેશ માગી ગુરુને વાચનાપ્રસાદ કરવાની વિનંતી કરવાની. પછી ગુરુ સ્વાર્થની વાચના આપે તે બહુ એકાગ્ર બની અત્યંત બહુમાન-સંવેગ અને સંભ્રમ સાથે ઝીલવાની. એકાગ્રતા-બહુમાન-સંવેગ-સંભ્રમ -
(૧) અહીં એકાગ્રતા - પ્રણિધાન (પ્રકૃષ્ટપણે મનનું નિધાનસ્થાપન) એટલા માટે જરૂરી છે કે જો મન ચંચળ રહે અને વચમાં વચમાં ક્યાં ક્યાં વા નીકળી જાય તો વાચના સાંગોપાંગ મનમાં જામે નહિ, બીજને ખેતરમાં સ્થળે સ્થળે વવા જેવું થાય. એ તો એકાગ્ર ચિત્તે તન્મય થઇ વાચનાના સૂત્ર-અર્થને કડીબદ્ધ અને સાંગોપાંગ ગ્રહણ કરવામાં આવે તો જ ળ નીપજે. માટે