________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
૨૩૭ –– ––– –– – ––– – ––– સુખમાં જ પસાર થઇ જાય છે.' જ્ઞાન ધ્યાન કિરિયા સાધતા કાટે પુરવના કાળ. વધુને વધુ સૂત્રાર્થ પરિવર્તનમાં નવા નવા રસ છૂટે છે, અનુષ્ઠાનમાં સમભાવ વૃદ્વિગત બને છે. એથી જ ચક્રવર્તીપણા કરતાં આ શિક્ષાદિનું પાલન પ્રધાન છે. કેમકે ચક્રવર્તીને તો સામ્રાજ્ય ભોગવવામાં ઔદયિક સુખ છે, શાતાવેદનીયાદિ કર્મના ઉદયનું એટલે કે પરાધીન સુખ છે, ત્યારે મુનિને શિક્ષાદિના પાલનમાં વિષયાસક્તિ કષાયોના ઉપશમનું ચાને સ્વાધીન-નિરપેક્ષનિરવધિ સુખ છે. દેખાવમાં કષ્ટમય છતાં રોગીને કષ્ટમય ચિકિત્સાની જેમ ભવરોગથી મુક્ત થવાની ઇચ્છાવાળા શ્રમણને આ સુખકર જ લાગે છે. એને પોતાના કૃત્યોમાં જે અનહદ આનંદ છે એવો ચક્રવર્તીને નથી. શ્રમણસિંહને એધારો આનંદ :
ગ્રહણ અને આસેવન શિક્ષાથી જ્ઞાન-ધ્યાન અને આચાર અનુષ્ઠાનોમાં જ નિરંતર તત્પર રહેનાર મુનિ શ્રમણસિંહ બને છે. મોટા મોટા કર્મરૂપી હાથીઓનો વિધ્વંસ કરે છે. અને એકધારા આત્મિક આનંદમાં રહે છે. ચક્રવર્તી તો હજી ક્યારેક કંટાળે, પરંતુ મુનિને કંટાળો નથી, કેમકે શ્રુતજ્ઞાનના નવા નવા રસ અને ઇર્ચાસમિતિ વગેરે અને ગુપ્તિના પાલનના ઊંડા રહસ્યનું સંવેદના આગળને આગળ આનંદની વૃદ્ધિ કરાવે છે. ઉભયશિક્ષા એ પરમમંત્ર :
ગ્રહણશિક્ષામાં સ્વાર્થનું જ્ઞાન લેવાનું છે, એને કંઠસ્થ કરવાના છે, તથા એનું પારાયણ ને ચિંતન-મનન કરતા રહેવાનું છે. એ પરમ મંત્રરૂપ છે, એથી મોહનાં કારણમાં ઝેર ઉતરી જાય છે. નહિતર જગતના ઝેરીમાં ઝેરી નાગના ઝેર કે તાલપુટ યા