________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
બેદરકાર રહી શકે જ નહિ. આમ છતાં આજે ભામટાની જેમ ભમનારાઓ પણ પોતાને ઉત્તમ પાત્રની કક્ષામાં ગણાવી, પૂજાવાને ઇચ્છે છે, એ તેઓની પણ કમ હીનતા નથી.
21. આ વર્ણન થવાથી રેલવિહાર વિગેરે કરનારા અને રાત્રે પણ જ્યાં-ત્યાં ભટકનારા તથા ખાવા-પીવા વિગેરેમાંય વિવેકહીન બનેલા યતિઓને જેઓ માનતા હશે, તેમને પોતાની ભૂલ સમજાશે.
ભૂલ સમજાય અનેસુધારાય એ ઉત્તમ જ છે ઃ પરન્તુ એય ઉત્તમ આત્માઓને માટે જ શક્ય છે. અયોગ્ય આત્માઓને તો રોષ ન ઉપજે તોય ઘણું કહેવાય. જે લોકોને કેવળ દુન્યવી કલ્યાણની જ કાંક્ષા છે અને દેવ-ગુરૂ-ધર્મ આદિ જે આવે તેને જેઓ પોતાના દુન્યવી કલ્યાણનું જ કારણ બનાવવા મથ્યા કરે છે, તેઓ ઉત્તમ પાત્ર રૂપ મુનિઓના સાચા ઉપાસક બની શકે એ શક્ય નથી. એવાઓ તો મંત્ર-તંત્રાદિ કરનારા અને દામ્ભિક્તાથી વર્તનારાઓના સહજમાં શિકાર બની જાય છે. આમ છતાં આવા વર્ણનથી યોગ્ય આત્માઓને લાભ થવાનો ય ઘણો સંભવ છે અને
૨૩૫
આ પરિશ્રમ પણ મુખ્યત્વે સ્વહિત સાથે તેઓના હિતની દ્રષ્ટિએ જ છે. શ્રી જિનોપદિષ્ટ ધર્મ વિના પરમ કલ્યાણનું બીજું એક પણ સાધન નથી. આટલી સામગ્રી પામવા છતાં પણ શ્રી જિનોપદિષ્ટ ધર્મની શક્ય આરાધનાથી વંચિત રહેવાય, એ ઘણું જ દુઃખદ લાગવું જોઇએ. દુન્યવી લાલસાઓને વશ બનીને વૈષધારિઓને પૂજવા અને સુસાધુઓની સેવાથી વંચિત રહેવું, એ તો અતિશય ભયંકર છે. આ વસ્તુને સમજવા માટે જરાય બેદરકાર રહેવું જોઇએ નહિ.
ગ્રહણશિક્ષા-આસેવશિક્ષા