SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાદ્ગ-૩ ૨૩૩ જ માતા હોય છે : જ્યારે દરેકે દરેક મુનિઓના ચારિત્ર રૂપ અંગને જણનારી, તેનું પોષણ કરનારી અને એ શરીર ઉપર લાગતા અતિચાર રૂપ મલોને શોધનારી આઠ આઠ માતાઓ છે. એ માતાઓ મુનિઓના ચારિત્રગાત્રનું ઉત્પાદન કરે છે, ઉત્પાદન કરેલા એ ગાત્રનું સર્વ પ્રકારના ઉપદ્રવોનું નિવારણ કરવા દ્વારા તથા પોષણ દ્વારા વૃદ્ધિ પમાડીને પરિપાલન કરે છે : અને અતિચાર રૂપ મલથી મલિન થયેલા એ ગાત્રને સાસુફ બનાવીને નિર્મલ કરે છે. આવી આઠ આઠ માતાઓ જે મુનિઓને મળી છે અને જેઓ એ માતાઓના ભક્ત છે, એ મુનિઓના સુખનો કોઇ પાર જ નથી. મુનિઓએ માતૃભક્ત બનવું જોઇએ : માતા વિનાનાં બાળકો જગતમાં જેવી હાલત ભોગવે છે, તેના કરતાં પણ આ આઠ માતાઓ વિનાના બનેલા વેષધારી મુનિઓની ખરાબ હાલત થાય છે. આ આઠ માતાઓના જ તનને સ્વચ્છન્દપણે ફેંકી દેનારા વેષધારિઓ ઉભય લોકથી કારમી રીતિએ ભ્રષ્ટ થાય છે. દુનિયામાં તો માતા વિનાના બનેલાં બાળકોના પણ અન્ય પાલકો પુણ્યોદય હોય તો મળી આવે છે, પણ આ આઠ માતા વિનાના બની ગયેલા મુનિઓને તો તેમના ચારિત્રગાત્રનું કોઇ પણ પાલક મળતું નથી. દુનિયાનાં બાળકો માતાનાં ભક્ત ન હોય એ છતાં પણ, દુન્યવી માતાઓ મોહાંધ હોવાથી, એવાં નાલાયક બાળકોની પણ સંભાળ લે છે : જ્યારે આ માતાઓ એવી નહિ હોવાથી, મુનિઓ જો માતૃભક્ત હોય તો જ તેઓ માતાઓ તરફ્થી પાલન આદિને પામે છે. વધુમાં, દુન્યવી માતાઓ ધારે તો જ્યારે પણ પોતાના બાળકનું ધાર્યું પાલન કરવાને અસમર્થ છે, આ માતાઓ પોતાના ભક્ત પુત્રોનું ધાર્યું પાલન-પોષણ આદિ કરીને તેઓને અનંત સુખના ભોગી બનાવી શકે છે. અનન્ત ઉપકારી
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy