________________
ચૌદ ગુણસ્થાનક ભા।-3 બે પ્રકારે કાયગુપ્તિ :
૨૩૧
હવે કાયગુપ્તિ પણ બે પ્રકારની છે : એક કાયાની ચેષ્ટાઓના સર્વ પ્રકારે નિરોધ રૂપ અને બીજી સૂત્ર મુજબ ચેષ્ટાના નિયમ રૂપ : એટલે કે-સ્વચ્છંદ ચેષ્ટાનો ત્યાગ કરવો જોઇએ અને જરૂરી ચેષ્ટા પણ સૂત્રના માવેલ વિધિ મુજબ કરવી જોઇએ.
(૧) બે પ્રકારની કાયગુપ્તિમાં જે પહેલા પ્રકારની કાયગુપ્તિ છે, તે ‘ચેષ્ટાનિવૃત્તિલક્ષણા' કહેવાય છે. દેવો, મનુષ્યો અને તિર્યંચો તરફ્થી કરવામાં આવતા ઉપદ્રવો રૂપી ઉપસર્ગો અને ક્ષુધા, પિપાસા આદિ પરિષહોના યોગે અથવા તો એ ઉપસર્ગો અને પરિષહો-તેના અભાવમાં પણ પોતાની કાયાના નિરપેક્ષતાલક્ષણ ત્યાગને ભજતા મહાત્માની જે સ્થિરીભાવ રૂપી નિશ્ચલતા અથવા તો યોગનિરોધ કરતા મહર્ષિએ કરેલો સર્વ પ્રકારે શરીરની ચેષ્ટાનો પરિહાર, આ પ્રથમ પ્રકારની કાયગુપ્તિ છે. ઘણાએ મહર્ષિઓ ઉપસર્ગો અને પરિષહોના પ્રસંગમાં કાયોત્સર્ગમાં રહીકાયાને નિશ્ચલ રાખી આરાધનામાં રક્ત બને છે, એ પણ કાયગુપ્તિ છે અને યોગનિરોધ કરતા પરમર્ષિ સર્વથા ચેષ્ટાનો પરિહાર કરે એ પણ કાયગુપ્તિ છે. ટૂંકમાં આ પ્રથમ પ્રકારની કાયગુપ્તિમાં કાયાની પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ હોય છે.
(૨) બીજા પ્રકારની કાયગુપ્તિમાં શરીરની સ્વચ્છન્દ ચેષ્ટાનો જ પરિહાર હોય છે અને આવશ્યક ચેષ્ટા શાસ્ત્રની આજ્ઞા મુજબની હોય છે. મુનિઓએ સૂવું ક્યારે અને કેવી રીતિએ તેમજ ચાલવું ક્યારે અને કેવી રીતિએ ? -આ બધી બાબતોમાં પરમોપકારિઓએ વિધિ ઉપદેશ્યો છે. એ વિધિ મુજબ સુનારા, બેસનારા અને ચાલનારા મુનિઓ પણ કાયગુપ્તિના પાલકો જ છે. ગ્લાનપણું માર્ગનો થાક અને વૃદ્ધાવસ્થાની શિથિલતા આદિ કારણ