________________
ચૌદ ગુણસ્થાનક ભા।-3
૨૨૩
ઉપકારી મહાપુરૂષોના આ કથનનો એ ભાવ છે કેપડિલેહણને કરતો જે પરસ્પર કથા કરે છે, દેશની કથાને કરે છે અથવા પચ્ચખ્ખાણ આપે છે, સ્વયં વાચના આપે છે અથવા તો અન્ય પાસે સ્વયં વાચના અંગીકાર કરે છે, તે પડિલેહણમાં પ્રમાદી ગણાય છે : પડિલેહણમાં એવા પ્રમત્ત બનેલાને પૃથ્વીકાય, અપ્કાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય-આ છએ પણ કાયોનો વિરાધક અનંત ઉપકારિઓએ કહેલો છે. અનન્ત ઉપકારિઓના આ માનથી સમજી શકાશે કે-પચ્ચખાણ લેવાદેવાની ક્રિયા અને શાસ્ત્રની વાચના લેવા-દેવાની ક્રિયા, કે જે કલ્યાણકારિણી છે, તેનો પણ પડિલેહણમાં નિષેધ કર્યો છે ઃ કારણ કે-એથી પડિલેહણનો હેતુ જે જીવરક્ષા છે, તે માર્યો જાય છે. જે કાલમાં જે ક્રિયા કરવાની હોય, તે ક્રિયા જ કરવાની અનંતજ્ઞાનિઓની આજ્ઞા છે. આ આજ્ઞાને નહિ સમજનારાઓ ગડબડ કરે એ જૂદી વાત છે, પણ સમજનારાઓએ તો આ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરવું જ જોઇએ. પડિલેહણ જેવી જીવરક્ષાની સર્વોત્તમ ક્રિયામાં પ્રમાદી બનવું અને એ કરતાં કરતાં પડિલેહણમાં ઉપયોગશૂન્ય થવાય એવું કરવું, એ પણ પ્રમાદ છે. એવા પ્રમાદમાં પડવું, એ પડિલેહણ કરવા છતાં પણ વિરાધક બનવાનો ધંધો છે. આ પડિલેહણને શુદ્ધ રીતિએ કરનારો અને ધર્મોપકરણને લેવામૂકવામાં ઉપયોગપૂર્વક જોઇને અને પૂંજીને લેનારો અને મૂકનારો જ, આ ચોથી સમિતિનો પાલક બને છે. પાંચમી ઉત્સર્ગ સમિતિ ઃ
હવે પાંચમી સમિતિ છે- ‘ઉત્સર્ગ સમિતિ' આને પારિષ્ઠાપનિકા સમિતિ' પણ કહેવાય છે. પરિષ્ઠાપના યોગ્ય એટલે તજવા યોગ્ય જે વસ્તુઓ, તેનો ત્યાગ એનું નામ કહેવાય છે