SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ IIT માdj-3 – – – – – – – – – – – – – – ૨૨૪ – ઉત્સર્ગ' અથવા તો “પરિષ્ઠાપના.” એમાં સમ્યક્ પ્રકારે વિધિપૂર્વકની પ્રવૃત્તિ કરવી-એનું નામ કહેવાય છે- “ઉત્સર્ગસમિતિ' અથવા તો “પારિષ્ઠાપનિકા-સમિતિ' કફ, મૂત્ર અને મલ તો તજવા લાયક તરીકે પ્રસિદ્ધ છે. કફ એટલે શ્લેખ, કે જે મુખા અને નાકમાં સંચરણ કરનારો હોય છે અને મૂત્ર તથા મલ એ તો સૌ કોઇને જ્ઞાત છે, તેનો ત્યાગ તથા નિરૂપયોગી બનેલ વસ્ત્ર અને પાત્ર તથા દોષ આદિના કારણે પરિષ્ઠાપન યોગ્ય બનેલ ભક્તપાન વિગેરે વસ્તુઓનો ત્યાગ આવશ્યક છે : પણ એનો ત્યાગ બસ-સ્થાવર જીવોથી રહિત એવી જે પૃથ્વી, તેના તલ ઉપર, અર્થાતશુદ્ધ થંડિલ એટલે જન્તુરહિત જગ્યાએ ઉપયોગપૂર્વક કરવો, એનું નામ “ઉત્સર્ગ-સમિતિ' કહેવાય છે. કફ આદિનો અને ત્યાજ્ય બનેલ વસ્ત્ર તથા પાત્રાદિનો જેઓ ઉપયોગપૂર્વક શુદ્ધ બસ-સ્થાવર જીવોથી રહિત એવી ભૂમિ ઉપર ત્યાગ કરે છે, તેઓ જ આ સમિતિના પાલક બને છે. સાધુઓને માટે ગમે ત્યાં થુંકવું અગર ગમે તેમ ગળફે નાંખવો, એ પણ અનુચિત જ છે. જીવરક્ષા કરવાના અભિલાષી મુનિવરો ત્યાજ્ય વસ્તુઓનો ત્યાગ પણ એવી રીતિએ અને એવી જગ્યાએ કરે, કે જેથી બસ-સ્થાવર જીવોની વિરાધનાથી બચી શકાય. સમિતિની બેદરક્ષરીને તજો : આ પાંચ સમિતિઓ વિના સાચા મુનિપણાના આચારોનું પાલન શક્ય નથી અને રેલવિહાર આદિ કરનારાઓ આનું પરિપાલન કરતા જ નથી, એમાં વિવાદને સ્થાન નથી. એવાઓને જ્યાં મુનિપણાની દરકાર નથી, અનન્તજ્ઞાનિઓની આજ્ઞાની દરકાર નથી, ત્યાં ગમે તેમ વર્તે એથી નવાઇ પામવા જેવું કાંઇ જ નથી : પરન્તુ એવાઓને ઉત્તમ પાત્ર તરીકે માની લેનારાઓએ
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy