________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૨૦૯
•
—
—
—
—
—
—
—
—
—
—
—
—
સંસારરૂપી કિલ્લાને ઓળંગી જાય છે. ત્યારે વ્યવહારનયની દ્રષ્ટિએ મુનિ નહિ એવા બીજા પણ જિનાજ્ઞા પ્રધાન કરીને પ્રવર્તમાન માર્ગાનુસારી જીવને એ વચનાનુષ્ઠાન અંશે હોય છે.
૪ અસંગાનુષ્ઠાન - જે અનુષ્ઠાન, એના વારંવારના આસેવનથી ઊભા થયેલ વિશિષ્ટ સંસ્કારના બળે, જેમ ચંદનમાં સુવાસ, તેમ જીવની સાથે આત્મસાત થઇ ગયું હોય એ રીતે જિન કલ્પિકાદિ સત્પષો વડે સેવવામાં આવે છે. તેને “અસંગાનુષ્ઠાન' કહે છે. એ જિનાગમના મૌલિક સંસ્કારમાંથી જન્મે છે.
વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં ક એ છે કે જેવી રીતે ચાકડો પહેલાં કુંભારના દંડા પરના પ્રયત્નથી ચાલે છે, અને દંડો લઇ લીધા પછી એના સંસ્કાર ઉભા હોવાથી એમને એમ જાણે સહજ ભાવે ચાલે છે, તેવી રીતે પહેલાં જિનાગમના આદેશોના પૂરા સ્મરણ, પૂરા લક્ષ અને પાલન સાથે વચનાનુષ્ઠાન પ્રવર્તે છે, અને પછી એ આગમદેશો અને બહુસંખ્યક વચનાનુષ્ઠાનોના સંસ્કારબળે આગમ નિરપેક્ષ અથતિ આગમાદેશોનું સ્મરણ થયા વિના જ સહજભાવે અસંગાનુષ્ઠાન પ્રવર્તે છે. અસંગ એટલે સંગ નહિ, નહિ શાસ્ત્રનો, કે નહિ મોક્ષની તાલાવેલીનો. સુખ-દુ:ખા અને સંસાર-મોક્ષ પ્રત્યે એ અસંગ સમભાવ યાને નિસ્પૃહભાવ રખાવે છે. ક્રિયા થાય છે તે પણ ઇચ્છા કર્યા વિના, સૂર્યના પ્રકાશદાનની જેમ સહજભાવે થાય છે. ક્રિયા થઇ જાય ખરી, પણ ક્રિયાનો રાગ નહિ.
પ્રીતિ-ભક્તિ-અનુષ્ઠાન માટે દ્રષ્ટાત્ત પત્ની પ્રત્યેનાં કર્તવ્ય અને માતા પ્રત્યેનાં કર્તવ્યનાં પાલનનું અપાય છે. ગૃહસ્થ માણસને પત્ની અત્યન્ત વલ્લભ હોય છે, તેમ માતા પણ હિતકારિણી હોવાથી અત્યંત પ્રિય ઉપરાંત પૂજ્ય હોય છે. બંનેને ભોજન, વસ્ત્ર, ઔષધ વગેરે કરાવવાનાં કાર્ય સમાન હોય છે. છતાં પત્નીનાં કાર્ય પ્રીતિથી.