SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ચૌદ ગુણસ્થાનક માણ-૩ યતિધર્મ, પંચાચાર સમિતિ-ગુપ્તિ, પરીસહસહન, અને બાહ્યઆભ્યન્તર તપના તો અવશ્ય રાખવા જ, ઉપરાંત મનનો ઝોક ઉપર ચઢવા તરફ રાખવો. સંકલેશનો અર્થ અસમાધિ પણ કર્યો છે; અને એના ૧૦ પ્રકાર આવે છે. એમાં ૩ પ્રકારનાં મનઃસંકલેશ, વચન સંક્લેશ, અને કાયસંકલેશ છે. મનઃસંકલેશ એટલે મનની, વિચારોની અસ્વસ્થતા, વિહવળતા, ઉગ્રતા, અવિચારીપણું પ્રમાદ વગેરે. કાયસંકલેશ એટલે કાયા-ઇન્દ્રિયો-અવયવોની અસ્વસ્થતા, ઉકળાટ, મદમત્તતા, પ્રમાદ વગેરે. બીજા ૩ પ્રકારમાં જ્ઞાનાદિ ત્રણનો સંક્લેશ છે. એ જ્ઞાનાદિ વિશુદ્ધિથી તદ્દન વિપરીત છે. જ્ઞાનસંક્લેશ એટલે જ્ઞાન અને જ્ઞાનના આઠ આચારોની વિરાધના, જ્ઞાનનો મદ, જ્ઞાન પર અરુચિ વગેરે. દર્શન સંકલેશમાં દર્શન અને એના આચારોની વિરાધના આવે; દા.ત. શંકા, કાંક્ષા વગેરે, ચારિત્ર સંકલેશમાં ચારિત્ર અને એના વિવિધ અંગ, વિવિધ આચારની વિરાધના આવે, બાકી ૪ પ્રકારમાં, ઉપધિસંક્લેશ, ઉપાશ્રયસંક્લેશ, ભક્ત સંકલેશ અને કષાયસંકલેશ છે. ઉપધિ સંકલેશ વસ્ત્ર, પાત્રાદિ ચારિત્રજીવનના ઉપયોગી ઉપકરણ અંગે ચિત્તસંક્લેશ, વ્યગ્રતાવ્યાકુળતા, રગડો-ઝગડો આવે. ઉપાશ્રયસંકલેશમાં જે મુકામમાં ઉતર્યા કે ઉતરવાનું હોય તે અંગે ચિતવિહવળતા વગેરે આવે. દા.ત. ‘આવી બહુ ધામવાળી કે ઠંડી લાગે એવી વસતિ ક્યાં મળી !' એમ મુકામ સંબંધમાં કલેશ-કલહ વગેરે થાય તે. ભક્તસંકલેશ, એટલે આહાર-પાણી અંગે સંકલ્પ-વિલ્પ કરવામાં આવે, વ્યગ્રતા-વિહવળતા, રગડો-ઝગડો કરાય વગેરે. કષાયસંકલેશ એટલે કોઇ ને કોઇ કષાય-નોકષાયનો સ્વભાવ બન્યો રખાય, એમજ તેવા વિચારો કરી કરી મનમાં કષાયની
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy