________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
તોજ આજ્ઞા થાય, પણ જો ગાઢ અયોગ્ય હોય તો તેવાને આજ્ઞા પણ ન કરે.
(૨) મિથ્યાકાર - સમિતિ ગુપ્તિ વગેરે સંયમના યોગમાં પ્રવર્તતા મુનિને સહેજ પણ સ્ખલના થાય, અર્થાત્ સંયમને બાધક લેશ પણ કાંઇ આચરાઇ જાય તો ત્યાં તરત ‘મિચ્છા મિ દુક્કડં' કહેવાનું. અર્થાત્ ‘આ મારૂં મિથ્યા ચારણ એ દુષ્કૃત્ય છે.' રખથવા ‘આ મારૂં દુષ્કૃત્ મિથ્યા થાઓ. હું એનાથી પડિક્કમું છું.' આમ કરવું એને મિચ્છાકાર-મિથ્યાકાર સામાચારીનું પાલન કહેવાય. એમાં શુદ્ધ અધ્યવસાય જોઇએ. અર્થાત્ સંવેગ એટલે કે શુદ્ધ સંયમનો રાગ જોઇએ, વળી એવી ભૂલ ફરીથી ન કરવાનો ભાવ પણ સાથે જોઇએ. એવા શુદ્ધ ‘મિથ્યા દુષ્કૃતાથી મિથ્યાચરણનું પાપ ધોવાઇ જાય છે. આમાં ભાવની શુદ્ધતા-તીવ્રતા લાવવા ‘મિચ્છા મિ દુક્કડં' પદના દરેક અક્ષરમાં આગમમાં બતાવેલ ભાવ હૃદયમાં ઉભા કરવા જોઇએ. જેમ કે, ‘મિ’ થી મૃદુતા; ‘ચ્છા'થી દોષનું આચ્છાદન અર્થાત્ ફરી ઉભો ન થાય તેમ કરવું તે; બીજા ‘મિ' થી ચારિત્રરૂપી મર્યાદામાં પોતાની વ્યવસ્થિતતા; ‘દુ’ થી દુષ્કૃતકારી પોતાના આત્માની દુર્ગંછા, ‘ક્ક' થી કરેલી સ્કૂલનાનું ‘ડ' થી ઉપશાન્ત બની કરાતું ડેવન અર્થાત્ ઉલ્લંઘન; તે પાપ-દોષના ભાવને લંઘી આરાધનાના ભાવમાં આવવું.
કોઇ અકૃત્ય થઇ જાય ત્યારે, તેનો ખ્યાલ આવતાંની સાથે જ- ‘આ મેં ખોટું કર્યું' -એમ થવું અને એ રીતિએ અસત્આક્રિયાથી નિવૃત્ત થવું, મિચ્છા મિ દુક્કડં દેવું, એનું નામ છે- ‘મિચ્છાકાર.' (૩) તથાકાર - તથાકાર એટલે વચનને શંકા રહિત પણે કે કોઇપણ પ્રકારનો વિકલ્પ કર્યા વિના ‘તિહત્તિ’ કરવું તે. સૂત્રની વાચના સાંભળતાં કે બીજો સામાચારી અંગેનો ઉદ્વેગ સાંભળતા અથવા સૂત્રાર્થ લેતાં ‘આપ જેમ કહો છો તેમ જ છે,' ‘તહત્તિ’
૧૯૮