________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૧૯૭
––––––––––– પોતેજ બજાવવાનાં છે. પરંતુ જો
(૧) અમુક કાર્ય માટે પોતે અશક્ત હોય, અથવા (૨) એની આવડત ન હોય, અથવા
(૩) શક્તિ અને આવડત બન્ને હોવા છતાં કોઇ ગ્લાનની સેવા આદિ કાર્યમાં પોતે રોકાયેલ હોય.
તો પોતાનું કાર્ય બીજા પાસે કરાવવાનું રહે. તેમ જો બીજાની એ સ્થિતિ હોય, તો પોતે એનું કાર્ય કરી શકે, પરંતુ નહિકે ગમે તેમ. કેમ કે કારણ વિના કરવા-કરાવવામાં સુખશીલતા, પ્રમાદ, વિઠ્ઠાઇ, વગેરે દોષ પોષાવાનો સંભવ છે. હવે બીજાનું કાર્ય કરવાનો પ્રસંગ હોય ત્યાં તેને પૂછવું જોઇએ કે “તમારી ઇચ્છા હોય તો હું આ કાર્ય કરું.” જો સામો અનિચ્છા બતાવે તો એના કાર્યમાં બલાત્કારે હાથ ન ઘલાય. આનું નામ ઇચ્છાકાર સામાચારીનું પાલન કહેવાય. ઇચ્છાકાર સુહ રાઇથી ઇચ્છાકારેણ સંદિસહ વગેરે સુગમાં પણ પહેલી ઇચ્છા પૂછવાનું કરાય છે, એ આ સામાચારીનું પાલન છે.
પોતાને પણ ઉપરોક્ત કારણ ઉપસ્થિત થયું હોય અને બીજા પાસે પોતાનું કાર્ય કરાવવું પડે, તો ત્યાં પણ બીજાને આમ કહેવાનું કે “તમારી ઇચ્છા હોય તો આટલું મારું કાર્ય કરી આપો.” આમ બીજા પાસે એની ઇચ્છા પૂર્વક જ કાર્ય કરાવાય પણ આજ્ઞા કે બલાત્કારથી નહિ. એવો આસ પુરૂષોનો આદેશ છે. પોતાનું સામર્થ્ય હોય તો બીજાને તે કાર્ય કરવા માટે પ્રાર્થના નહિ કરવાની કેમકે સાધુએ વીર્યને ગોપવવું ન જોઇએ. અલબત કોઇ વિશિષ્ટ નિર્જરાના કાર્યમાં રોકાવું પડ્યું હોય તો જુદી વાત.
જો કોઇ સાધુ ડાંડ જેવો હોય તો ગુરુ એને ઇચ્છા ના પુછતાં આજ્ઞા કરીને પણ એની પાસે કાર્ય કરાવી શકે, અલબત ત્યાં પણ એ સહેજ પણ “પ્રજ્ઞાપનીય' અર્થાત કહ્યું ઝીલે તેવો હોય