________________
૧૯૪ –
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ – – – – – – – – – – – – – – – – અને સાચા પણ કટુ બોલનારાઓને આઘા રાખવા ઇચ્છે છે. આથી અકલ્યાણકારી એવી પણ વસ્તુઓને તેઓ પોતાને માટે પરિગ્રહ રૂપ બનાવે છે. પાંચમા મહાવ્રતની રક્ષા માટે આ ભાવનાને પણ અમલના રૂપમાં જીવવી, એ ઘણી જ જરૂરી વસ્તુ છે. સાધુ અને પ્રશંસા સાંભળવાનો શોખી તથા નિંદા સાંભળવાને નારાજ, એ નહિ બનવા યોગ્ય વસ્તુ પણ આ ભાવનાનો અભાવ બનાવી આપે છે. આ ભાવના વિનાના આત્માઓને જો કોઇ પ્રશંસા કરનારા ન મળે, તો તેઓ પોતે જ પોતાની પ્રશંસા કરીને પોતાના જ શબ્દોના શ્રવણથી પોતે આનંદ અનુભવે છે. એ જ રીતિએ, તેઓ પોતે પોતાની મેળે જ અન્યોની નિન્દાદિ કરી, પોતાના તે શબ્દોના શ્રવણથી આનંદ અનુભવે છે. આથી તેઓ અનેકવિધ અનર્થોને પામે છે : એટલે અહિતથી બચવા માટે અને હિતને સારી રીતિએ સાધવા માટે, આ ભાવનાનેય જીવનમાં અમલ રૂપે ઉતારવી એ આવશ્યક છે. પરિગ્રહ વિનાય રીબામણ -
સ્પર્ધાદિ પાંચ વિષયોની સુંદરતામાં ફ્લાવું અને અસુંદરતાથી દ્વેષાન્વિત બનવું, એ પાંચમા મહાવ્રતને દૂષિત બનાવવા સાથે ઘણા ઘણા દોષો આત્મામાં પેદા કરવા રૂપ છે. એવા અનેકાનેક દોષોથી બચવા માટે “સુંદર એવા સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ' -આ પ્રમાણેના પાંચ જે ઇંદ્રિયોના અર્થો, એમાં જે ગાઢ રાગ, એનું વર્જન અને અમનોહર એવા એ પાંચમાંથી સર્વ પ્રકારે દ્વેષનું વર્જન ખૂબ ખૂબ આવશ્યક છે. પાંચે વિષયોની આસક્તિ આત્માને પરિગ્રહરહિત છતાં પરિગ્રહધારી બનાવવાની ઘણી ઘણી અનિષ્ટ કાર્યવાહીઓ કરાવનાર છે. ખરેખર, બહારથી પરિગ્રહના