________________
ચૌદ ગુણસ્થાનક ભા|-૩
ભૂલી શરીરની સેવામાં જ પડી જાય છે અને જો કદાચ કુરૂપવાળું શરીર મળી જાય છે, તો નિરંતર ઉદ્વેગમાં ને ઉદ્વેગમાં રહી ગાઢ કર્મોનો બંધ પાડે છે. સુંદર દેખાતાં વસ્ત્રો, પાત્રો, પુસ્તકો અને કબાટો આદિના સંગ્રહમાં એ ખૂબ રાચે છે. સંયોગવશાત્ એવાને નહિ સારૂં દેખાતું વસ્ત્ર આદિ લેવું પડે, તો તેને તે કોઇને કોઇ પ્રકારે જલદી નષ્ટ કર્યા વિના રહેતો જ નથી. રૂપરસિકતા આવાં આવાં તો અનેક પાપોનું આચરણ કરાવે છે. ‘સુંદર રૂપમાં સદ્ભાવ અને અસુંદર રૂપમાં અસદ્ભાવ-એ અહિતાવહ હોઇ સર્વ પ્રકારે તજવા યોગ્ય છે.' -આવી ભાવના આત્મસાત્ થયા વિના, આ ચોથી ભાવના જીવનમાં જીવાવી એ શક્ય નથી. અનેક જાતિનાં અકલ્યાણોથી બચવા માટે કલ્યાણના કામિએ આ ભાવના પણ અમલના રૂપમાં જીવનની અંદર જીવવી જોઇએ. પ્રશંસા-નિન્દાથી આનંદ ને ઉદ્વેગ નહિ :
૧૯૩
પાંચમા મહાવ્રતની પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ભાવના જેમ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ સંબંધી છે, તેમ પાંચમી ભાવના શબ્દ સંબંધી છે. ‘સુંદર શબ્દમાં આનંદ અને અસુંદર શબ્દમાં શોક-આ ઉભય અહિતકર હોઇ સર્વ રીતિએ તજવા યોગ્ય છે.' એ આ પાંચમા મહાવ્રતની પાંચમી ભાવનાનું સ્વરૂપ છે. આ ભાવના જો અમલના રૂપમાં જીવાય, તો નિંદા અને પ્રશંસામાં સમભાવ રાખવો, એ સહજ બની જાય છે. આ ભાવનાનો અભાવ નિંદા સાંભળતાં આત્માને ઉદ્વિગ્ન બનાવે છે અને પ્રશંસા સાંભળતાં આનંદી બનાવે છે. આ ભાવનાના અભાવમાં આત્મા પોતાનીસાચી અને હિતકર પણ ટીકાને સાંભળવા તૈયાર નથી રહેતો અને ખોટી પણ પ્રશંસાને સાંભળવામાં સદા સજ્જ રહે છે. આ ભાવનાથી રહિત બનેલો આત્મા, ખોટા પણ મીઠા-બોલાઓનો સંગ્રહ કરે છે