SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ Dાક ભા| - ૩ - - - સુગંધ-દુર્ગધનો આનંદ ને ઉદ્વેગ : ૩- હવે ત્રીજી ભાવના- “સુરભિગંધમાં આનંદ અને અસુરભિગંધમાં ઉદ્વેગ, એ ઉભયનો ત્યાગ કરવાના સ્વરૂપવાળી છે. આ ભાવના જો જીવનમાં અમલી બને, તો ઘણા ઘણા દોષોનો જીવનમાંથી અભાવ થઇ જાય છે. આ ભાવનાના અભાવમાં ગ્લાનની વૈયાવચ્ચ પણ શક્ય નથી બનતી. શરીરની સાઇ રાખવાનો શોખ પણ આ ભાવનાના અભાવમાં ખૂબ ખીલે છે. શાસ્ત્ર નિષિદ્ધ વિભૂષા. કરવાનું આ ભાવનાના અભાવમાં ખૂબ થાય છે. શરીર આદિની વિભૂષા તરફ આત્માને ઘસડી જનાર આ ભાવનાનો અભાવ જ છે. સુગંધી તેલ આદિના નિષિદ્ધ એવા ઉપભોગ તરફ પણ આત્મા આ ભાવનાના અભાવમાં જ વળી જાય છે. સુગંધ અને દુર્ગધમાં સમદશાવાળા બનવા માટે આ ભાવના બહુ ઉપકારક છે. આ ભાવનાના અભાવમાં સુગંધી પદાર્થોના સંગ્રહ આદિમાં રક્ત બનાયા છે અને પરિણામે પાંચમા મહાવ્રતના વિનાશનાં પગરણ મંડાય છે. આથી પાંચમા મહાવ્રતના પ્રેમિએ આ ભાવનાને પણ અમલવાળી બનાવી આત્મસાત કરી લેવી જોઇએ. સુંદર-અસુંદર રૂપમાં રાગ-દ્વેષ નહિ - ૪- ચોથી ભાવના- “સુંદર રૂપમાં રાગ અને અસુંદર રૂપમાં વેષ, આ ઉભયનો પરિત્યાગ' કરવાના સ્વરૂપની છે. રૂપરસિકતા પણ ઘણી ઘણી સુંદર વસ્તુઓનો સંગ્રહ કરવાની આત્માને જ પાડી- “સર્વ પ્રકારના પરિગ્રહથી સર્વ પ્રકારે વિરામ પામવા રૂપ’ - પાંચમા મહાવ્રતમાં દૂષણ લગાડ્યા વિના રહેતી નથી. કોઇ પણ સુંદર જણાતી વસ્તુ રૂપરસિકને આકર્ષે છે. એવા આત્માને જે કદાચ સુંદર રૂપસંપન્ન શરીર મળી જાય છે, તો એ સંયમની સેવા
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy