________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૨- જેમ સ્પર્શના વિષયમાં સુંદર સ્પર્શની આસક્તિનો અને અસુંદર સ્પર્શથી થતી ઉદ્વિગ્નતાનો પરિત્યાગ કરવાનો છે, તેમ રસના વિષયમાં મધુર આદિ રસોની આસક્તિ અને કટુ આદિ રસોની ઉદ્વિગ્નતા તજવી એ આવશ્યક છે : આ કારણે બીજી ભાવના ‘મધુર આદિ રસોની આસક્તિનો અને કટુક આદિ રસોની ઉદ્વિગ્નતાનો પરિત્યાગ' કરવો, એવા સ્વરૂપની છે. રસલપટતા આ ભાવનાની વિરોધિની છે. મહાવ્રતી માટે રસલમ્પટતા એ કારમું
૧૯૧
કલંક છે. રસલમ્પટતા અનેક દોષોની જનેતા છે. રસલમ્પટતા આત્માને સદાને માટે પણ સુંદર સુંદર રસોની લાલસાનો ઉપાસક બનાવે છે. લોલુપતા સાથેની રસના આત્માની કારમી વિટમ્બણાઓ કરે છે. આજ્ઞા મુજબ ઉપયોગમાં આવતી રસના સાધક બને છે, જ્યારે લોલુપતા સાથેની રસના બાધક બને છે. લોલુપતા જ મધુરાદિ રસોમાં આસક્તિ જન્માવે છે. મધુરાદિ રસોમાં આસક્ત બનેલાઓને કટુ આદિ અનિષ્ટ રસોમાં ઉદ્વિગ્નતા જન્મવી-એ કાંઇ અસંભવિત વસ્તુ નથી, પણ અતિશય સુસંભવિત વસ્તુ છે. લોલુપતાના પ્રતાપે રસલમ્પટ બનેલા સાધુઓ, સુન્દર સાધુ સમુદાયની સાધુતા માટે પણ શ્રાપ રૂપ છે. એવા સાધુઓ સારા સાધુઓની વૃત્તિને પણ મલિન બનાવવામાં પ્રાયઃ કુશળ હોય છે. અનેને અનુકૂળ સામગ્રી લાવી આપવામાં કુશળતા મેળવી, રસલમ્પટ સાધુઓ સારા સાધુઓને પણ પોતાના જેવા બનાવી દઇ, સમુદાયમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દે છે. પરિણામે ગણનાયકો સમુદાયના શ્રેય માટે સામર્થ્યહીન બની જાય છે. શ્રી જિનેશ્વરદેવોના સાધુઓ તરીકે પ્રસિદ્ધિ પામવા છતાં પણ જેઓ રસલોલુપ બને છે, તેઓ ખરે જ
આ સર્વોત્તમ સાધુપણાની આશાતના કરનારા છે. આવા પાપથી બચવા માટે આ બીજી ભાવનાને પણ જીવનમાં અમલી બનાવવી, એ આવશ્યક છે.