SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ તેઓ પાંચમા મહાવ્રતના આસ્વાદથી વંચિત છે, એ વાતમાં શંકા કરવામાં કશું જ કારણ નથી. શરીરને ખૂંચે એવાં વસ્ત્રોથી તથા કંબલ આદિથી ઉદ્વિગ્ન બનનારાઓએ આ ભાવના ખૂબ જ અભ્યસ્ત કરવા જેવી છે. અનગાર બનવા છતાં સુંદર સ્પર્શમાં આસ્કિત અને અસુંદર સ્પર્શમાં ઉદ્વિગ્નતા-એ એક જાતિની કારમી વિટમ્બણા જ છે. આ વિટમ્બણાથી બચવું એ મહાવ્રતના પ્રેમિને મુશ્કેલ નથી. મહાવ્રતી કહેવડાવવા છતાં મહાવ્રત ઉપર પ્રીતિ ના હોય, એવા આત્માઓ આવી વિટમ્બણાથી બચવા એ સંભવિતા નથી. શરીરને સુંદર સ્પર્શ આપતાં રહેવા આદિ માટે, સંયમધર ગણાતા આત્માઓ સ્વેચ્છાએ બની જાય અને તારક ગુરૂદેવની આજ્ઞાથી પણ ઊલટા વર્તી અનેક વ્રતોના વિનાશનું પગરણ શરૂ કરે, એ શું ઓછી વિટમ્બણા છે ? સુંદર સ્પર્શવાળી વસ્તુઓ માટે ચોરી, ખાનગી પત્રવ્યવહાર, વિના કારણે પારસલો મંગાવવામોકલવાની પ્રવૃત્તિ અને પરસ્પરના અહિતકર સંબંધો-આ બધું સુંદર સ્પર્શની આસક્તિનું જ પરિણામ છે. નાના નાના સાધુઓમાં પત્રવ્યવહારનું આ મુખ્ય કારણ બને છે. મારી પાસે સારી કંબલ આવશે તો હું તને મોકલીશ અને તારી પાસે આવે તો તું મને મોલજે.' -આ જાતિનો વ્યવહાર, સુન્દર સ્પર્શની લાલસાના યોગે જન્મે છે. એવી વસ્તુ કોઇ વાર ન મળે, તો અન્ય પાસે એ માટે કારમી દીનતાનું નાટક પણ ભજવાય છે. આ બધી દુર્દશાનું મૂળ, તપાસવામાં આવે, તો જણાઇ આવે કે-સુંદર સ્પર્શની આસક્તિ અને અસુંદર સ્પર્શથી ઉદ્વિગ્નતાનું જ એ પરિણામ છે. આથી સમજાશે કે-પાંચમા મહાવ્રતની આ પ્રથમ ભાવનાને પણ પ્રત્યેક કલ્યાણકામી આત્માએ આત્મસાત બનાવી દેવા જેવી જ છે. મધુર અને ટુ સોની આસક્તિ ને ઉદ્વિગ્નતા -
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy