________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
દુન્યવી ક્રિયાઓમાં રાચનારા જીવી શકે એ શક્ય જ નથી. એવાઓના બાહ્ય ત્યાગથી અને દમ્ભાદિથી અજ્ઞાનો આકર્ષવા એ શક્ય છે. પરન્તુ મિથ્યાત્વમાં સબડતા એવાઓ સુશ્રદ્ધાળુ વિચક્ષણ આત્માઓને આકર્ષી શકે એ શક્ય નથી. પાંચમાં મહાવ્રતની પાંચ ભાવનાઓ :
૧૮૯
હવે આપણે પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓના સંબંધમાં પણ થોડુંક વિચારી લઇએ. ‘બાહ્ય અને આત્યંતર પરિગ્રહ રૂપ કાંઇ પણ ન હોવું' -એ પાંચ મહાવ્રતનું સ્વરૂપ છે. ‘સ્પર્શ, રસ, ગંધ, રૂપ, ચક્ષુ, શબ્દ' -આ પાંચ સ્પર્શેન્દ્રિય આદિ પાંચ ઇદ્રિયોના વિષયો છે. સુંદર એવા સ્પર્શાદિમાં ગૃદ્વિપણાનું વર્જન અને અસુંદર એવા સ્પર્શાદિમાં દ્વેષનું વર્જન-એ પાંચ મહાવ્રતની પાંચ ભાવનાઓનો રહસ્યાર્થ છે. સુસ્પર્શદિમાં આસક્તિ અને અસુંદર સ્પર્શદિમાં ઉદ્વિગ્નતા, એ આત્માની પરિગ્રહમય દશાનું પ્રતીક છે. પાંચમા મહાવ્રતને પામીને તેને સુવિશુદ્ધ રીતિએ પાળવા હોય, તો આ પાંચ ભાવનાઓથી રંગાઇ જઇ આના અમલ માટે ખૂબ જ પ્રયત્નશીલ બનવાની જરૂર છે.
સુન્દર સ્પર્શની આસક્તિ અને
અસુન્દર સ્પર્શની ઉદ્વિગ્નતા ન જોઇએ :
૧- ‘સુંદર સ્પર્શની આસક્તિ અને અસુંદર સ્પર્શથી ઉદ્વિગ્નતા.' -એ પાંચમા મહાવ્રતને દૂષિત કરનારી વસ્તુ છે, માટે ‘એ બેનો પરિત્યાગ એ જ મુખ્ય કર્તવ્ય છે.' -આ જાતિની પહેલી ભાવના, એ પાંચમા મહાવ્રતના સુવિશુદ્ધ પાલન માટે ખૂબ આવશ્યક છે. જેઓ સુંવાળા સ્પર્શનવાળાં વસ્ત્રો, કોમળ સ્પર્શવાળી શય્યાઓ અને સુંદર સ્પર્શવાળા સંયોગ આદિના આસેવનમાં આસક્ત છે,