________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ ઉદ્ભવે છે. મૂર્છાવાળો પ્રશમસુખને પામી કે અનુભવી શકતો નથી. આથી સમજી શકાશે કે-મૂચ્છરિહિત બનેલા આત્માઓ ધર્મોપકરણોને રાખનારા પણ જે મુનિઓ શરીર અને ઉપકરણને વિષે નિર્મમ છે, તેઓ ‘અપરિગ્રહ' નામના મહાવ્રતને ધરનારા જ છે. નિર્મમ હોવા છતાંય, ધર્મોપકરણ રાખવા માત્રથી પરિગ્રહ આવી જાય અને એવાઓનો મોક્ષ ન થાય, એમ બોલનારા તો માત્ર ખોટો પ્રલાપ જ કરનારા છે. મહાત્માઓની મહત્તા સમજવા માટે :
૧૮૮
————
અહિંસાદિ પાંચે ય મહાવ્રતોના આવા સ્વરૂપને સમજનારાઓ યથેચ્છાચારિઓને મહાવ્રતધારી માનવાની મૂર્ખાઇ કદી પણ કરે નહિ, એ નિર્વિવાદ છે. દુનિયાદારીની સઘળી જ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા, લગ્નાદિમાં ગોર આદિ બનનારા અને સઘળીય દુન્યવી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેનારાઓ જ્યારે પોતાની જાતને મહાવ્રતોને ધરનારી માને અને મનાવે ત્યારે ખરે જ તેઓ અતિશય દયાના પાત્ર બની જાય છે. અનંતજ્ઞાનિઓએ માવેલાં અહિંસા આદિ પાંચે મહાવ્રતો રૂપ મહાભારને ધરવામાં એક ધુરન્ધર સમા મુનિઓ જ ઉત્તમ પાત્ર તરીકે ગણાય છે. પણ જેઓ મહાવ્રતોને ધરનારા નથી અને એથી વિપરીત વર્તન કરવામાં જ શૂરા-પૂરા છે. તેવા મિથ્યાત્વરોગથી રીબાતા આત્માઓ કોઇ પણ પાત્રની ગણનામાં આવતા જ નથી. આ પાંચ મહાવ્રતોને અંગે પ્રત્યેક વ્રત સંબંધી પાંચ પાંચ ભાવનાઓ પણ ઉપકારી મહાપુરૂષોએ વર્ણવી છે. આ મહાવ્રતોનું સ્વરૂપ સમજાય, તો જ મહાવ્રતધારી મહાત્માઓની સાચી મહત્તા ખ્યાલમાં આવે. પાંચ મહાવ્રતોને ધરનારા મહાત્માઓ અષ્ટ પ્રવચન માતાના ભક્ત બનીને જે ઉન્નત અને ઉપકારક જીવન જીવે છે, તેવું ઉન્નત અને ઉપકારક જીવન