________________
૧૮૬
ચોદ ગુણસ્થાનક ભાગ-૩
વધારનારી પ્રવૃત્તિ સંઘના કોઇ પણ અંગમાં દેખાય, તો તે મૂળમાંથી ડામવાની યોજનાઓ ઘડીને, તેને ખૂબ ખૂબ જીવનમાં ઉતારો અને પ્રચારો, એ જ એક કલ્યાણનો રાજમાર્ગ છે.
પાંચમા મહાવ્રતની મહા પ્રતિજ્ઞા
“હે ભગવન્ ! પાંચમા મહાવ્રતમાં સર્વથા પરિગ્રહનો ત્યાગ કરું . તે અલ્ય મૂલ્યવાળો કે ઘણામૂલ્યવાળો હોય, થોડો હોય કે ઘણો હોય, સજીવ હોય કે નિર્જીવ હોય, તો પણ તેને હું ગ્રહણ કરું નહીં, બીજા પાસે ગ્રહણ કરાવું નહીં, ગ્રહણ કરનારને સારો જાણું નહીં. જાવજીવ ત્રિવિધ ત્રિવિધે મન-વચન-કાયાએ કરીને પરિગ્રહ રાખું નહીં, રાખનારને અનુમોદીશ નહીં. પૂર્વ પરિગ્રહ રાખ્યો હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ બિંદુ છું. ગુરુસાક્ષીએ ગણું છું. તે અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું. આ રીતે હે ભગવન્ ! સર્વથા પરિગ્રહના ત્યાગરૂપ પાંચમા મહાવ્રતમાં વર્તુ છું.” (૫)
એ પ્રમાણે પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞા કરાવ્યા બાદ છઠ્ઠા રાત્રિભોજન વ્રતની પણ પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. તે આ પ્રમાણે
“હે ભગવન્ ! સર્વથા રાત્રિભોજનનો ત્યાગ કરું છું. તે અશન, પાની, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારનો આહાર હું પોતે રાત્રે ખાઇશ નહીં, ખવરાવીશ નહીં ખાનારને સારો જાણું નહીં. જાવજીવ ત્રિવિધે ત્રિવિધે મન-વચન-કાયાએ કરી હું રાત્રે ખાઇશ નહીં. ખવરાવીશ નહીં કે ખાનારને અનુમોદીશ નહીં. પૂર્વે તેવી પ્રવૃત્તિ કરી હોય તો તે પાપથી હે ભગવન્ ! પાછો હઠું છું. આત્મસાક્ષીએ નિંદું છું. ગુરૂ સાક્ષીએ ગણું છું. એવા અસત્ અધ્યવસાયથી આત્માને વારું છું. આ પ્રમાણે સર્વથા રાત્રિભોજનનો ત્યાગ કરી છઠ્ઠા રાત્રિભોજન વિરમણ વ્રતમાં રહું છું.” (૬)